પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરવા હડફ તાલુકાના ડાંગરીયા ગામે “ભાજપની અજ્ઞાનતા દિવસ” ઉજવવામાં આવ્યો

મોરવા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભાજપ સરકારના નિષ્ફળતાના પાંચ વર્ષને ઉજાગર કરતી આમ આદમી પાર્ટી

એક ધારી સતત સત્તા ભોગવતી સરકારે ગર્વ કરી શકાય એવું એક પણ કામ કર્યું નથી: જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ

આજ રોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરીયા ગામે ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકારના નિષ્ફળતાના પાંચ વર્ષને “ભાજપની અજ્ઞાનતા દિવસ” તરીકે મનાવવા બેઠક કરવામાં આવી.
તાલુકા પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવેલી આ બેઠકમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ સહિત ઝૉન, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓએ હાજરી આપી હતી.
સ્થાનિક કાર્યકરો દ્વારા તમામ પદાધિકારીઓનું ફુલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગોધરા તાલુકા પ્રમુખ શ્રી મનંતભાઇ પટેલ તથા મોરવા હડફ તાલુકા પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ સાહેબે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા હાલ વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે તેમાં આજે તેઓ જ્ઞાન દિવસ ઉજવી રહ્યા છે ત્યારે આ સરકાર જ્ઞાન આપતી સંસ્થાઓ કે જે સરકારી શાળાઓ છે તેને બંધ કરી રહીં છે અને ખાનગી શાળા, કૉલેજોને મંજૂરી આપી શિક્ષણને ધંધો બનાવી રહી છે તે શું તેઓનું જ્ઞાન છે ? તેમ કહીં વિવિધ ક્ષેત્રોમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે તેથી તેને અજ્ઞાનતા દિવસ તરીકે આમ આદમી પાર્ટી આજે ઉજવી રહી છે એમ જણાવ્યું હતું. તેમજ ગુજરાતમાં ભાજપ સરકારને સતત એક ધારી સત્તા આપણે આપી છતાં પણ વિસ્તારમાં વિકાસ થયો નથી પણ ભાજપના રાજકીય વ્યક્તિઓનો વ્યક્તિગત વિકાસ થતો જોવા મળે છે. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ખુબ મોટા પાયા પર વધ્યો છે લોકો આજે હેરાન થઈ રહ્યા છે. શિક્ષણ, સુરક્ષા, સુવિધા પુરી પાડવા સરકાર નિષ્ફળ રહી છે. બંધારણીય હક્ક અને અધિકાર માટે આજે લડત લડવાનો સમય આવ્યો છે. ત્યારે હવે લોકશાહીની રીતે લડીને સત્તા પરિવર્તન કરીને હક્ક અને અધિકાર મેળવીએ. એમ કહી સૌને સંબોધન કર્યું હતું.
આજની બેઠકમાં ઝોન સહ સંગઠન મંત્રી રાજેશભાઈ ગાંધી, મોરવા હડફ તાલુકાના પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, ગોધરા તાલુકાના પ્રમુખ મનંતભાઇ પટેલ, શહેરા તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ નિલેશભાઈ બારીઆ, જિલ્લા યુવા સમિતિના ઉપ પ્રમુખ પંકજભાઈ પટેલ, જિલ્લા સમિતિના સહ સંગઠન મંત્રી ભાવેશભાઈ બારીઆ, નૈષધભાઇ, જસવંતભાઇ, પ્રદિપભાઇ તથા પાર્ટીના તાલુકાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here