પંચમહાલ જિલ્લામાં હાલોલ અને શહેરાના કુલ ૧૧ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૧૧ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ નર્મદાનગર-૦૨, મસ્જિદ ફળિયા (બાસ્કા રોડ), પનોરમા ચોકડી (ગણેશનગર-૦૧), આમ્રપાલી સોસાયટી-૦૩, હરિજનવાસ, જય યોગેશ્વર સોસાયટી, પૂજા સોસાયટી-૨, મંગલપાર્ક-૨, રહીમ કોલોની-૨, સુથાર ફળિયા (વેડનો વિસ્તાર), શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ સિંધી સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here