કાલોલ ના ગોળીબાર ગામમા સ્મશાન ના અભાવે નદી કિનારે ખુલ્લામાં અંતીમ ક્રિયા કરતા ગ્રામજનો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરપાલીકાના વોર્ડ નંબર ૭ માં આવેલ ગોળીબાર ગામમા સ્મશાન ના અભાવે નાગરીકો ને ફરજિયાતપણે જૂની વ્હિટકો કંપની પાસે ગોમા નદીના કિનારે ખુલ્લી જગ્યામાં મૃત્યુ પામેલ પોતાના સ્વજનોને અંતીમ ક્રિયા કરવા માટે જવુ પડે છે અને ચોમાસા દરમિયાન વરસાદી માહોલમાં અંતીમ ક્રિયા કરવાનુ ભારે મૂશ્કેલ બની જાય છે કાલોલ નગર પાલિકા મા સમાવેલ આ વિસ્તાર હોવા છતાં પણ કોઈ વિકાસના કામો થયેલ નથી આજ રોજ ગામના પર્વતભાઇ ઝાલાભાઈ નાયક નામના ૬૫ વર્ષીય વૃદ્ધ નુ મરણ થતા તેમના સ્વજનો અને ગ્રામજનો ને અંતિમક્રિયા ખુલ્લી જગ્યામાં કરવી પડેલ છે ત્યારે આ ગામના લોકોને પ્રાથમિક સુવિધાઓ અને સ્મશાન ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તંત્રે કમર કસવી રહી ચોકાવનારી વિગતો એવી છે કે આ જ ગામના કુદરતી રીતે કે બીજા કોઈ કારણે મરણ પામેલ નાના બાળકોને પણ અહીંયા દફનાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here