ઝઘડીયા ગામે હાજી પીર કાયમુદ્દીન બાવા ચિશતી ફરીદી ર.અ. નો ઉર્શ મનાવાયો

ઝઘડિયા,જાવેદ એન કુરેશી (નસવાડી) :-

ઉર્શમા હજારોની સંખ્યા માં મુરીદો એ હાજરી આપી

દરેક ગામની ફૂલોની ચાદર અને ગલેપ જાતે રફીકઉદ્દીનબાવા સાહેબ અને ફરીદુદ્દીનબાવા સાહેબ ના હસ્તે ચઢાવવામાં આવે છે

આજરોજ ઝઘડીયા ખાતે હઝરત હાજી પીર કાયમુદ્દીન બાવા સાહેબ ની દરગાહ પર ઉર્શ ઉજવવામાં આવ્યો જેમાં આ 13 મો ઉર્શ ઉજવાયો છે છેલ્લા બે વર્ષ કોરોનાકાળ ચાલ્યો એમા બાવા સાહેબ ના શહેજાદાઓ એ સંદલ ચઢાવી ઉર્શ ની પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને કોરોનાકાળ ને લીધે લગભગ બે વર્ષ થી મુરીદો આવી શક્યા નહી અને હાલ ચાલુ વર્ષે ઉર્શ માં હજારો ની સંખ્યા જોવા મળી હતી જેમાં આગલા દિવસે સંદલ ચઢાવવા માં આવ્યુ હતુ અને આજે ઉર્શ ઉજવવામાં આવ્યો છે અને બાવા સાહેબ ના લાખોની સંખ્યામાં મુરીદો છે જેમાં હિન્દૂ મુસ્લિમ બન્ને કોમના વ્યક્તિઓ બાવા સાહેબના મુરીદો છે અને ઝઘડીયા ખાતે દરેક ગામ દીઠ બાવા સાહેબના મઝાર પર ફૂલોની ચાદર ચઢાવવામાં આવેછે અને રફીકઉદ્દીનબાવા અને ફરીદુદ્દીનબાવા બન્ને બાવા સાહેબ મુરીદોની મુલાકાત કરેછે અને મુરીદો પણ બાવા સાહેબને મળેછે અને ઝઘડીયા ખાતે દરગાહ પર સતત બે દિવસ લંગર ન્યાઝનુ આયોજન કરવામાં આવેછે અને તમામ મુરીદો પ્રસાદી રૂપે લંગર ન્યાઝ નો આનંદ માણે છે ત્યારબાદ મહેફિલે શમા નું પણ આયોજન થાય છે અને એમાં કવ્વાલી નો પ્રોગ્રામ રાખવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે ભોપાલ ના મશહુર કવ્વાલ સૈયદ મુકર્રમ અલી વરસી ને બોલાવવામાં આવ્યા હતા અને એમને ખ્વાજા ની શાન માં ગૌસે પાકની શાનમાં કાયમુદ્દીન બાવા ની શાનમાં જબરજસ્ત કવ્વાલી પઢી હતી અને તમામ મુરીદો કવ્વાલી સાંભળી ખુશહાલ જોવા મળ્યા હતા અને પ્રોગ્રામ પૂર્ણ થયે ઘેર પરત ફર્યા હતા અને આ ઉર્શ આ રીતે મનાવવામાં આવ્યો હતો અને આ ઉર્શ આ રીતે સફળ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here