પંચમહાલ જિલ્લામાં વધુ ૨૪ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા,(પંચમહાલ)

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૨૪ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ ક્રિષ્નાનગરનો વિસ્તાર, બહારપુરાનો વિસ્તાર, મોરવા હડફ તાલુકાના ખુદરા ગામમાં સમાવિષ્ટ સ્ટેશન ફળીયાનો વિસ્તાર, ક્રિષ્નાનગર-૬નો વિસ્તાર, ગંગોત્રીનગર-૩નો વિસ્તાર, હાલોલ તાલુકાના ચાંપાનેર ગામમાં સમાવિષ્ટ ખ્રિસ્તી ફળીયાનો વિસ્તાર, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ પાર્શ્વનાથનો વિસ્તાર, રબારી ફળીયાનો વિસ્તાર, મનુસ્મૃતિ-૬નો વિસ્તાર, ભાવિન સોસાયટીનો વિસ્તાર, કરીમ કોલોનીનો વિસ્તાર, એશિયાડ નગર-૭, આમરપાલી-૫ (એ), ધવલપાર્ક-૮, શંકરનગર, દર્પણસોસાયટી બી.-૩, ધવલપાર્ક-૯, વૃંદાવન સોસાયટી-૩, ક્રિષ્નાનગર-૫, ગાયત્રીનગર પ્રોપર-૬નો વિસ્તાર, શહેરા તાલુકામાં સમાવિષ્ટ સલામપુરા ગામ, હાલોલ તાલુકાના શિવરાજપુર ગામમાં સમાવિષ્ટ શિવરાજપુર માઇન્સ રોડ-૨ અને ખોડિયાર નગર-૨નો વિસ્તાર, શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ સી.એચ.સી. સેન્ટર સામેનો વિસ્તાર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here