ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં યોજાનાર નેશનલ ગેમ રમતોત્સવ અંતર્ગત શાળાઓમાં રમત ગમત સ્પર્ધાઓનું આયોજન

ડભોઇ, (વડોદરા) સરફરજ પઠાણ :-

તારીખ 29 સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી નેશનલ ગેમ્સ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત ભાગીદારી થી ગુજરાત રાજ્યમાં યોજાનાર છે.જેમાં 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રમતવીરો 36 પ્રકારની વિવિધ રમતો માં ભાગ લેનાર છે.આ નેશનલ ગેમ્સ ગુજરાતના છ મુખ્ય શહેરો વડોદરા, અમદાવાદ,સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, ખાતે યોજાનાર છે. આ ઐતિહાસિક રમતોત્સવ માં દેશભર માંથી કુલ સાત હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે.આ નેશનલ ગેમ્સ અંતર્ગત ગુજરાતના યુવાનો વિદ્યાર્થીઓ માં જાગૃતિ કેળવાય તે હેતુથી શાળાઓમાં વિદ્યાર્થીઓને તેમજ યુવાનો ને પ્રોત્સાહન મળે તે માટે પ્રચાર પ્રસારની પ્રવૃત્તિઓ કરી તમામ પ્રાથમિક શાળાઓમાં તારીખ 15 મી સપ્ટેમ્બર અને 16 મી સપ્ટેમ્બર ના રોજ રમત ગમત સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવનાર છે. જે ભાગરૂપે આજરોજ તારીખ 13 ના રોજ ડભોઈ સર્કીટ હાઉસ ખાતે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ અને સ્વામી વિવેકાનંદ ટીમ દ્વારા મીટીંગ નું આયોજન કરી નેશનલ ગેમ્સ અંતર્ગત માહિતી મીડિયા સમક્ષ રજુ કરી વિદ્યાર્થીઓ ને શાળા માં થનાર રમત સ્પર્ધાઓ માં ભાગ લેવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here