દારુ છુપાવવાની નીતનવી પધ્ધતિઓ અપનાવતા બુટલેગરો…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મોટરસાઈકલ ની પેટ્રોલ ની ટાંકી મા ચોર ખાનુ બનાવી વિદેશી દારૂ ના કવાટરિયા લાવતા આરોપી ને ઝડપી પાડયો

પાનવડ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રાયછા રોડ પાસે થી પસાર થતી મોટરસાઈકલ ને બાતમી આધારે ઝડપી રુપિયા 34860 નો મુદ્દામાલ જપ્ત કર્યો

વિદેશી દારૂ નો વેપલો કરતા બુટલેગરો નીતનવા નવા કિમીયા અપનાવતા હોય છે , ત્યારે વધુ એક નવીન ટેકનિક થી મોટરસાઈકલ મા ચોર ખાનું બનાવી વિદેશી દારૂ નો જથ્થો સપ્લાય કરતા એક બુટલેગર ઝડપાતા પ્રકાશ મા આવ્યો છે.

પાનવડ પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ. ગામીત ને બાતમી મળેલ હતી કે રાયછા ગામ પાસે ના રોડ ઉપર થી વિદેશી દારૂ નો જથ્થો લઇ એક મોટરસાઈકલ સવાર પસાર થઈ રહ્યો છે જેથી પોલીસે GJ 06 FM 3198 ને ઉભી રાખી તેના ચાલક નિતેશ હિકરીયા રાઠવા રહે. સિંહાદા , બડવી ફળીયા , તા .કવાંટ ની પુછપરછ કરતા તેમજ તેની મોટરસાઈકલ ની સીટ નીચે તપાસ કરતા પોલીસ ને દારુ છુપાવવા માટે નુ મોટરસાઈકલ ની પેટ્રોલ ની ટાંકી મા મળી આવયુ હતુ જેમાંથી વિદેશી દારૂ ના 32 નંગ કવાટરિયા કિંમત રુપિયા 4160 ના મળી આવતા પોલીસ મોટરસાયકલ ની પેટ્રોલ ટાંકી મા દારૂ છુપાવેલો જોઇ આશ્ચર્ય મા પડી હતી.મોટરસાઈકલ સાથે પોલીસે કુલ રુપિયા 34160 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here