પંચમહાલ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગના પશુઓને ઈયર ટેગ કરવાની ઝુંબેશમાં સહકાર આપવા અપીલ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NADCP) હેઠળ પશુઓમાં થતા ખરવા-મોવાસા રોગ અને બૃસેલોસિસ (ચેપી ગર્ભપાત) રોગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત રાષ્ટ્રવ્યાપી ખરવા-મોવાસા રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ પંચમહાલ જિલ્લાના દરેક ગામના ગાય અને ભેંસ વર્ગના પશુઓના કાને ઈયર ટેગ (કાને કડી) મારીને INAPH (ઈનાફ) પોર્ટલમાં ઓનલાઈન નોંધણી કરવાની થાય છે. પશુપાલન ખાતાના કર્મચારીશ્રીઓ તથા ડેરીના કૃત્રિમ બીજદાનના કર્મચારીઓ ઉપરોક્ત કામગીરી માટે ગામમાં આવે ત્યારે વિનામૂલ્યે ગાય અને ભેંસ વર્ગના દરેક પશુઓને નિયત કરેલ સ્થળે લઈ જઈ કાને ટેગ કરાવવા (કડી મરાવવા) તથા સાથ સહકાર આપવા નાયબ પશુપાલન નિયામકની અખબારી યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here