નોકરીની લાલચમાં નોકરીવાંચ્છુ યુવાનો સાથે કુલ ૨ લાખ ૯૪ હજાર ૫૦૦ ની ઠગાઈ આવી સામે…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના વાંટાવછોડા અને શહેરાના કાંકરી ગામનાં બે ઈસમો દ્વારા નોકરીવાંચછૂ યુવાનો પાસેથી ૪ હજાર જેટલી રકમ લઈ આપવામાં આવતી નોકરીની લાલચ

તાલુકાના અલગ અલગ ગામોના શિક્ષિત બેરોજગાર નોકરીવાંચ્છુ યુવાનોને નોકરી અપાવાના બહાને ઠગાઈ કરતા બે ઈસમો ઝડપાયા

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે ” એ કહેવતને સાર્થક કરતો બનાવ શહેરા તાલુકામાં સામેં આવ્યો છે જેમાં શહેરા તાલુકાના વાંટાવછોડા ગામનો રહીશ લાલાભાઈ અનૂપભાઈ પટેલિયા અને શહેરા કાંકરી વિસ્તારનો અરવિંદભાઈ પી સોલંકી બંને ભેગા મળી શહેરા તાલુકાના અલગ અલગ ગામોમાં રહેતા અને શિક્ષિત બેરોજગાર હોવાથી નોકરીની શોધમાં રહેતા યુવકોને ઉપરોક્ત બંને ઈસમો પૈકી લાલાભાઈ અનૂપભાઈ પટેલીયા એ શિક્ષિત બેરોજગાર યુવકોને પોતે જી.આઈ.એસ.એફ કંપની માં નોકરી કરે છે અને તેમાં ભરતી કરવાની હોવાનું જણાવ્યું હતું અને તેની પ્રક્રિયાના ભાગરૂપે નોકરીવાંચ્છુ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે અને તે ઓનલાઈન ભરવાના હોઈ તેની ફી પેટે ૪ હજાર રૂપિયા આપવાનું જણાવતા વર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે ધંધા ઉદ્યોગો પર તેની માઠી અસર થઈ છે અને કેટલાયે લોકો બેરોજગાર ફરી રહ્યા છે ત્યારે નોકરીની લાલચે ૪હજાર રૂપિયા પણ આપી દેવામાં આવ્યા હતા.૧૬મી જૂનના રોજ આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ નોકરીનો કોઈ ઓર્ડર ન આવતા તે બાબતની પ્રૂચ્છા કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો આથી ખટકપુર ગામના વકતા ખાંટ ફળિયાના મનોજ દાજીભાઈ ખાંટ દ્વારા બંને ઈસમો લાલા પટેલિયા અને અરવિંદ સોલંકી વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે લાલા પટેલિયાને તો મંગળવારની રાત્રીએ જ પકડી પાડી પોલીસ ને સોંપી દેવામાં આવ્યો હતો.અને અન્ય અરવિંદ.પી.સોલંકિ હાલ ફરાર છે.પોલીસે ફરિયાદી ની ફરિયાદ ના આધારે વિશ્વાસઘાતનો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here