ડીસાના આખોલ પાસે સ્વીફ્ટ કાર ચાલકને લૂંટનાર લૂંટારુઓને ઝડપી પાડતી તાલુકા પોલીસ…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસાના આખોલ પાસે આવેલ મહાકાળી મંદિર નજીક સ્વીફ્ટ કારના ચાલકને બે અજાણ્યા શખ્સોએ મોટર સાઇકલ પર આવી સ્વીફ્ટ કારના ચાલક સાથે ઝપાઝપી કરી સ્વીફ્ટ કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યાં હતા.
ડીસાના લીલાશાનગરમાં રહેતાં હરેશભાઇ ઉર્ફે હરેશ શંકર પરમાનંદ ઉર્ફે પ્રેમાજી માળીને ત્યાં માલગઢ ગામના ડાયાભાઇ પ્રકાશજી માળી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.તા. ૧૧/૦૧/૨૦૨૨ ના રોજ રાત્રે ૮ઃ૦૦ વાગ્યાના સુમારે ડ્રાઇવર ડાયાભાઇ પ્રકાશભાઇ માળી સ્વીફ્ટ કાર નં. જીજે.૦૧.આરએલ.૧૬૬૯ લઇ ડીસાથી આખોલ ચાર રસ્તા પર જતાં મહાકાળી મંદિર નજીક આવેલ બમ્પ નજીક એક મોટર સાઇકલ પર બે અજાણ્યા શખ્સોએ સ્વીફ્ટ કારની આગળ આવી સ્વીફ્ટ કારને રોકાવી ઝપાઝપી કરી સ્વીફ્ટ કારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. જે બાદ કારના ડ્રાઇવર ડાયાભાઇ પ્રકાશભાઇ માળીએ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલીક ફોન દ્વારા હરેશભાઇ પ્રેમાજી માળીને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરતાં કારની કોઇ જ ભાળ મળી ન હતી.

આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે સ્વીફ્ટ કાર કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ ની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન લુંટારાઓ જે ટોલટેકસ પરથી ગાડીને લઈને ફરાર થયાં હતાં જે ફાસ્ટ ટ્રેકના આધારે તપાસ કરતાં સમગ્ર લુંટનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે આરોપી ગોવિદજી બચુસીહ વાઘેલા ઝેરડા તા ડીસા, કમલેશ બાબુલાલ વિશ્નોઈ અને મુકેશ પનારામ વિશ્નોઈ ઢોલી નાળી રહે.ગુડામલાણી જિલ્લા બાડમેરને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આમ તાલુકા પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં બે જેટલાં લુંટના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here