નસવાડી સરકાર ફળિયા ખાતે મદ્રસએ તાલીમુલ ઇસ્લામનો વાર્ષિક જલસાનો કાર્યક્રમ યોજાયો…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી સરકાર ફળિયામાં ચાર રસ્તા ખાતે વર્ષો જૂનો મદ્રાસો આવેલ છે જેમાં કેટલાક તાલીબે ઈલ્મ ત્યાં ઇલ્મ હાંસિલ કરેછે અને આ મદ્રસો અને નસવાડી ખાતે નો આ પ્રથમ મદ્રસો છે જે આજે પણ સરકાર ફળિયા ખાતે અડીખમ છે અને ત્યાં ફળિયાના બાળકો દિન ના અભ્યાસ અર્થે આવે છે આખા વર્ષ દરમિયાન મદ્રસામાં ઇલ્મ હાસિલ કરનારને કેટલું આવડે છે તેને ધ્યાને લઈ આજે બાળકોની પરીક્ષા લેવામાં આવી છે અને રાત્રે ભવ્ય જલસા નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં મદ્રસા ના મોટાભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં દિન ને લગતા સવાલ જવાબ થયા હતા. નાત શરીફ પડવામાં આવી હતી.જે બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા અને દિન ધર્મ શું છે એનું જ્ઞાન વધે અને એ જ્ઞાન મેળવી બાળક સારો વ્યક્તિ બને અને દિન શીખ્યું છે તે લોકો સુધી પહોંચાડે અને બાળકોમાં નિપુણતા આવે કે ખરેખર ધર્મ શું છે એનું જ્ઞાન વધે અને ઘરના જન્નત નશીન થયેલ મર્હુમોને ઈસાલે સવાબ પહોંચાડે અને ફાતેહા થી લઇ દિનની કિતાબો પડી તેમની મગફિરત ની દુઆઓ કરે અને દિન શીખે એવા હેતુથી નસવાડી ચાર રસ્તા ખાતે જલસા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં નસવાડીના ગ્રામજનો કમિટીના સભ્યો તેમ જ ભાગ લેનાર બાળકોના માતા પિતા સહિત લોકો હાજર રહ્યા હતા જેમાં બાળકોએ સીખેલ ઇલ્મ સ્ટેજ પર રજુ કરવામાં આવ્યુ હતુ જેનાથી બાળકોની સ્ટેજ પર બોલવાની હિંમત વધે અને બાળક ડરે નહી અને કાર્યક્રમ પત્યા બાદ પ્રથમ નંબર અને દ્વિતીય નંબર આવનારને ઇનામ આપવામાં આવ્યું હતું અને મદ્રસામાં અભ્યાસ કરતા તમામ તાલીબે ઇલ્મ ને ભેટ સોગાતો આપવામાં આવી હતી અને નયાજનો ઇંતેજામ કરવામાં આવ્યો હતો જે તમામને ન્યાઝ તક્ષીમ કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જે ભેટ સોગાતો લઈ મદ્રસાના નાના ભૂલકાઓ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here