પર્યાવરણ બચાવો ઉર્જા બચાવો’ જિલ્લાકક્ષાનો માર્ગદર્શન સેમીનાર બી.આર.સી.ભવન શહેરા ખાતે યોજાયો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત “પર્યાવરણ બચાવો ઉર્જા બચાવો” વિષય પર ગોધરા, શહેરા અને મોરવા હડફ ત્રણે તાલુકાના 60 શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો માર્ગદર્શન સેમિનાર બી.આર.સી ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિયર લેક્ચરર તેમજ શહેરા તાલુકાના લાયઝન ઉમેશભાઈ ચૌહાણ દ્વારા સેમિનારની રૂપરેખા સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ તજજ્ઞ કૌશિક પટેલ (અંબાલી છાત્રાલય ગોધરા), નીતિન થોરાટ (ગલીબેલી ઘોઘંબા) તેમજ ચિરાગ પટેલ (અખમ ફળીયા ગોધરા) વગેરે દ્વારા “પર્યાવરણ બચાવો ઉર્જા બચાવો” સંદર્ભે દિવસ દરમિયાન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી મોડ્યુલ તમામ મુદ્દાઓને આવરી લઈ સરળ ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ વર્ગમાં માન.પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ બી.પી.ગઢવી સાહેબે મુલાકાત લઈ પ્રેરણાત્મક માર્ગદર્શન આપી તમામ શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આભાર વિધિ શહેરા તાલુકાના શિક્ષક કિર્તીભાઈ પટેલે કરી હતી. માર્ગદર્શન વર્કશોપ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here