નસવાડી : ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરજણ મામલતદાર સાથે અશોભનીય વર્તન કર્યો હોવાની બાબતના વિરોધમાં નસવાડી મામલતદાર સ્ટાફ માસ સી એલ પર ઉતર્યા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી સેવા સદન ખાતે કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા જેના કારણે આખું સેવાસદન ખાલી દેખાઈ આવ્યું હતું રાજ્યના મહેસુલી એસોસિએશન દ્વારા ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા એ જે કરજણ મામલતદાર સાથે જાહેરમાં પોતાનો રોફ જમાવ્યો હતો અને ગાળાગાળી કરી હતી જેનો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો અને એ બાબતે રાજ્યના મહેસુલ એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યા હતા જેમાં રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી અને મહેસૂલમંત્રી શ્રી ને આપવામાં આવ્યા હતા જેમાં પહેલા કાળી પટ્ટી લગાવી ફરજ પર આવવું ત્યાર બાદ માસ સી એલ આવી રીતે વિરોધ દર્શાવ્યો હતો જેમાં નસવાડી તાલુકા સેવા સદન માં મામલતદાર સ્ટાફ પણ વિરોધ માં જોડાયા હતા અને શુક્રવારે રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા અને સાથે મામલતદાર સહિત તમામ કર્મચારીઓ માસ સી એલ પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો અને રાજ્યના મહેસુલ એસોસિએશન સાથે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here