નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન ગુનામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

નસવાડી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે નસવાડી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૪૦૦૧૭/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ.ઇ), ૯૮(૨), ૧૧૬(બી),૮૧ મુજબના આરોપીને તેના પોતાના રહેણાક ઘરમાં હાજર મળી આવતા સદર આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ :-
• ગણેશભાઇ સવદીયાભાઇ ડુભીલ રહે.કંડવા તા. નસવાડી જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here