નસવાડી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નસવાડી પોલીસ

નસવાડી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ . સી.ડી.પટેલ તથા પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય અને આજરોજ અ.હે.કો ખુમાનભાઇ બનસીંગભાઇ બ.નં .૩૯૪ તથા અ.હે.કો ધરમસિંહ વિઠ્ઠલભાઇ બ.નં .૧૫૯ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે નસવાડી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૭૨૦૦૮૧૭/૨૦૨૦ ધી પ્રોહી એકટ કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબના ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઇલામસિંહ છત્રસિંહ ડાવર નાઓ શરીરે સફેદ કલરનો આખી બાઇનો શર્ટ પહેરી કવાંટથી એક જીપમાં બેસીને ભાખા થઇ બોડેલી તરફ જવાનો છે તેવી ચોકકસ બાતમી હકીકત આધારે પોલીસ માણસો સાથે ભાખા ત્રણ રસ્તા પાસે સદરી ઇસમની વોચમાં હતા તે દરમ્યાન થોડીવારમાં સદરી બાતમી હકીકતવાળો ઇસમ એક જીપમાં બેસીને આવતા તેને પકડી પાડી તેની પુછપરછ કરતા તે ઇલામસિંહ છત્રસિંહ ડાવર રહે.ગેંદા પટેલ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) નાઓ હોવાનું જણાવેલ હોય જેથી સદરી ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી .. ઇલામસિંહ છત્રસિંહ ડાવર ઉ.વ .૪૨ રહે.ગેંદા પટેલ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી / પોલીસ કર્મચારી અ.હે.કો ખુમાનભાઇ બનસીંગભાઇ બ.નં .૩૯૪ તથા અ.હે.કો ધરમસિંહ વિઠ્ઠલભાઇ બ.નં .૧૫૯ તથા અ.પો.કો અલ્પેશભાઇ પુનાભાઇ બ.નં .૧૬૭ તથા તથા અ.પો.કો સંજયભાઇ દેવલાભાઇ બ.નં .૧૩૧ તથા અ.પો.કો અનિલભાઇ લીલાભાઇ બ.નં .૧૬૮ તથા આ.પો.કો ભાવિકભાઇ મોનજીભાઇ બ.નં .૨૨૩ નાઓએ સાથે રહી આ કામગીરી કરેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here