નસવાડી તા.પં.ખાતે ચાલતા આધારકાર્ડ સેન્ટર પર અપડેટ કરવાના નામે લુંટ ચાલતી હોવાનું બહાર આવ્યુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં જ આધાર કાર્ડ અપડેટ કરવાના નામે ઉઘાડી લુટ ચાલતી હોવાનું બહાર આવ્યું છે જેમાં નસવાડી તાલુકામાં એક જ આધાર કાર્ડ સેન્ટર હોવાથી આધાર કાર્ડ સેન્ટર ચલાવતા કર્મચારીઓએ પોતાની મનમાની કરતા હોય છે તેવું દેખાઈ આવે છે જેમાં નસવાડી તાલુકા પંચાયતમાં જ આધાર કાર્ડ અપડેટ કરવાના નામે ઉઘાડી લુટ થઈ રહી છે આધારકાર્ડ એક એવી વસ્તુ છે જેની જરૂરિયાત દરેક સરકારી કામકાજમાં હોય છે જેને લઇ એક વૃદ્ધ મહિલા કરવા માટે આવી હતી એના પાસે મન ફાવે એટલા રૂપિયા લેવામાં આવ્યા છે જે માજીએ બહાર આવી જણાવ્યું હતું એના આધારકાર્ડ એને જરૂરિયાત માટે લોકો અપડેટ કરવા માટે નવું આધાર કાર્ડ કઢાવવા માટે નાના ભૂલકાઓથી લઈ મોટા વૃદ્ધો સુધી લોકો આવતા હોય છે અને લાંબી લાંબી લાઈનમાં ઊભા રહી આધાર કાર્ડ ને લગતી કામગીરી કરાવતા હોય છે પરંતુ જેટલા રૂપિયા માંગે કેટલા રૂપિયા લોકો આપતા હોય છે તેવું જાણવા મળેલ છે ગરીબ પ્રજા બિચારી શું કરે માંગે એટલા રૂપિયા આપી લૂંટાય છે જે આધારકાર્ડ કાઢવા બેઠેલા કર્મચારીઓ અપડેટ કરવાના 150 રૂપિયા અને ફિંગર અપડેટ કરવાના ₹100 લેવાતા હોય છે જ્યારે આ બાબતની જાણ થતા જાગૃત લોકોએ રૂપિયા ભરે છે તેની પાવતી માંગતા આધારકાર્ડ કાઢવા બેઠેલા કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા હતા જેમાં નાના ભૂલકાઓ આદિવાસી વિધવા મહિલાઓ વિધવા પેન્શન તેમજ અનેક સરકારી કામગીરી માટે આધાર કાર્ડ ની જરૂરિયાત હોવાથી પ્રજા લુંટાઈ રહી છે માટે તંત્ર આ બાબતે ધ્યાન દોરે તેવી પ્રજાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here