નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ ગામે મગરનો રેસ્ક્યુ કરાયો…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગોદડુ સૂકવવા ગયેલી મહિલા ની નજર પડી

નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ ગામે રહેણાંક વિસ્તારમા અચાનક મગર આવી જતા લોકો દહેશત મા જોવા મળ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગઢ બોરીયાદ ગામે મહિલા તેના ઘર પાસે ગોદડુ સૂકવવા જતા ત્યાં કઈક દેખાયું અને મહિલાએ ઘરવાળા ને બુમ પડતા તે આવી પહોંચ્યો અને એને જોતા લાગ્યું કે આતો મગર છે સવારના ૭-૮ વાગ્યા ના સુમારે આ બનાવ બન્યો હતો.
મગર ને જોવા લોકટોળા ભેગા થયા હતા અને તાત્કાલિક નસવાડી ફોરેસ્ટ ખાતા ને જાણ કરતા ફોરેસ્ટ ખાતા ના કર્મચારીઓ ગઢ બોરીયાદ ગામે આવી પહોંચ્યા હતા અને ફોરેસ્ટ ખાતા ના જુના અને અનુભવી એવા યુસુફ ભાઈ ચામેઠા વાળા ના જીવના જોખમે પ્રયાસ કરી મગર નો રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ફોરેસ્ટ ખાતા ના યુસુફ ભાઈ ચામેઠા વાળા સાથે ફોરેસ્ટ ખાતા ના કર્મચારીઓ એ ભારે જહેમત ઉઠાવ્યા બાદ સફળતા મળી હતી અને મગર ને પકડી લઈ જવામાં આવ્યો હતો અને લોકોએ રાહત નો શ્વાસ લોધો હતો આમ રેસ્ક્યુ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here