મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ત્રિ-દિવસીય વર્કશોપનું આયોજન કરાયું

મોરબી,
આરીફ દીવાન

મોરબી ખાતે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સાર્થક વિદ્યામંદિરમાં ત્રી-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસે વિવિધ વિડીયો દ્વારા આ નીતિનો પ્રાથમિક પરિચય,માહિતી તેમજ પ્રશ્નોતરી ગોઠવવામાં આવેલ હતું. તેમજ દ્વિતીય દિવસે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એમ.સોલંકીની ઉપસ્થીતિમાં ગુલાબરાય જોબનાપુત્રા સાહેબે (શિક્ષણના કાયદા અંગેના પુસ્તકોના લેખક શિક્ષણવીદ તેમજ પરામર્શક) નું વક્તવ્ય આપ્યું હતું. અને તૃતીય દિવસે “નવી શિક્ષણ નીતિના પરિપ્રેક્ષ્યમાં શિક્ષકોની ભૂમિકા” વિષય પર ડૉ.અતુલ ઉનાગર (આસિસ્ટન્ટ પ્રોફેસર, સંસ્કૃત વિભાગ ગુજ.યુનિ.) ના માર્ગદશનનું વિદ્યાભારતી દ્વારા આયોજન કરવામાં આવેલું. જેનું સીધુ પ્રસારણ અહીં સાર્થક વિદ્યામંદિર ખાતે પણ કરવામાં આવેલું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here