નસવાડી : જીવણપુરા નાના અંબાજીથી પાવાગઢ જવા પગપાળા રથ રવાના થયો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રસ્તામાં આવતા ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા

રથની રવાનગીના સમયે નસવાડી તાલુકા પ્રમુખ રાજુભાઇએ રથની સાથે પગપાળા આગેકૂચ કરી માઈ ભક્તોની શ્રદ્ધાને વધાવી હતી

નસવાડી તાલુકાના જીવણપુરા ગામ માં નાના અંબાજી ના મંદિરે થી લોકો એકઠા થયા ત્યાર બાદ બધા ભેગા મળી આરતી કરી માતાજીના ભજનો વગાડી રથ ને ચલાવવામાં આવ્યો અને ધીરે ધીરે ભક્તો ની ભીડ જામવા લાગી અને મોટી સંખ્યા માં ભક્તો રથ માં જોડાયા અને નાના અંબાજી થી નીકળી રથ સીધો વાસણા ગામે ઉભો રાખવામાં આવશે અને ભોજન લઈ આરામ કરી રથ ફરી આગળ ચાલશે એમ બોડેલી થઈ શિવરાજપુર જમવાની વ્યવસ્થા રાખવામાં આવે છે અને એ વ્યવસ્થા રથ માં જોડાયેલા ભક્તો દ્વારા ફાળો ઉઘરાવી ખાવા ની પીવાના પાણીની વ્યવસ્થા પોતે ભક્તો વતી કરવામાં આવે છે અને દર વર્ષે આ રથ નાના અંબાજીથી પાવાગઢ માતાજીના મંદિરે પોહચે છે જયારે કોરોના કાળમાં પણ થોડા માણસો પગપાળા પાવાગઢ માતાજીના મંદિરે ગયા હતા અને જ્યારથી રથની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી દર વર્ષે જીવણપુરાથી પાવાગઢ આ રથ ભક્તો દ્વારા લઈ જવામાં આવે છે અને ત્યાં પોહચી પૂજા અર્ચના ભજનો કરવામાં આવે છે અને ત્યાં ધાર્મિક વિધિ પુરી કરી પરત આવે છે આમ જીવણપુરા અંબાજીથી પાવાગઢ માતાજીનો રથ લઈ જવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here