નસવાડી ચાર રસ્તા ખાતે વર્ષો જૂની પરંપરાગત રીતે તાજીયાની સ્થાપના કરી કામગીરી શરૂ કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ચાર રસ્તા ખાતે ઉજવાતા તહેવાર કોમી એકતાના ઉદાહરણ રૂપ છે

નસવાડી ચાર રસ્તા વિસ્તારમા વર્ષો જૂની પરંપરા તાજીયા ની ચાલી રહી છે જે રાજા રજવાડા વખત થી જે તે રજવાડા પણ પોતાના સ્વખર્ચે આ તહેવારની ઉજવણી કરતા હતા જે બહુ મોટુ કોમી એકતાનુ ઉદાહરણ કેહવાય અને ચાર રસ્તા પર ઉજવાતા તમામ તહેવારો કોમી એકતાનુ ઉદાહરણ છે જેથી આ વિસ્તારના રહીશો પણ જે તે સમય ની પરંપરા જાળવી રાખી ભાઈચારા સાથે હળી મળી ને બન્ને કોમ ના તહેવારો ઉજવવા પરંપરાગત રીતે જાળવી રાખેલ છે જેથી સરકાર ફળિયા વિસ્તાર ના તમામ તહેવારો કોમી એકતાનુ ઉદાહરણ છેજ અને આવા તમામ તહેવારોમા શાંતી જાળવી રાખવા ખાસ કાળજી રાખવામા આવેછે જેથી બહારના તત્વો અશાંતિ ફેલાવનારા તત્વોને ફાવટ મળતી નથી જેથી આ વિસ્તારના તહેવારોમા હર્ષોં ઉલ્લાસ જોવા મળેછે અને મુસ્લિમ સમાજની મોહરમની બીજી તારીખ થી તાજીયા અખાડા પર બેસાડવામાં આવેલ છે અને જેમા નવ યુવાનો ભેગા થઈ સમગ્ર ઉત્સવ ની કામગીરી અને જવાબદારી હાથ ધરેલી છે અને તાજીયા નુ વિસર્જન ૨૯ જુલાઈ એ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here