નસવાડી ખાતે યુ. પી ના મુખ્ય મંત્રી આદિત્યનાથ યોગીએ જાહેર સભા સંબોધી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડીમા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ સંબોધન કર્યું જેમા મોટી સંખ્યામા જનમેદની ઉમટી હતી અને આ સભા આવનારી વિધાન સભાની ચૂંટણી ને લઈ યોજવામાં આવી હતી આજે પહેલી વાર યુ.પી ના સી.એમ પધાર્યા અને ભારે પ્રવચન કર્યું અને શરૂઆત ગુજરાતી ભાષા બોલી કરવામાં આવી હતી સંખેડાની જનતા જનાર્દન ને મારા નમસ્કાર આમ કહી સંબોધન કર્યું હતુ અને જણાવ્યું કે ગુજરાતની ધરતી પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ જન્મ લીધો સરદાર વલ્લભભાઈ પટેલે જન્મ લીધો અને પાંચસો ત્રેંસઢ ગૃહસ્તિઓ ને એક જુથ કરીને વર્તમાન ભારત કે આ રાજ્યને વિરાટ બનાવવામાં જેમની પહેલી ભુમિકા હતી આ ધરતીને નમન કરૂછુ અને ગુજરાતની ધરતીએ આવા યાસસ્વી પ્રધાનમંત્રી ભારતને આપ્યા છે જેમના નેતૃત્વમા વૈશ્વીક ભારતની પ્રતિષ્ઠા વધી છે જેમા ભારતની સીમાઓ સુરક્ષિત છે અને વગર ભેદભાવે ભારતના પ્રત્યેક નાગરિકને એમનો અધિકાર પ્રાપ્ત થાય છે અને આઝાદી પછી પહેલીવાર એક આદિવાસી વનવાસી પરિવારની મહિલાને દેશના સર્વોચ્ચ સવેંધાનીક પદ રાષ્ટ્રપતિ ના પદ પર બેસાડીને ભારતના દરેક વનવાસી નિવાસીઓનુ સન્માન વધાર્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લીધે આજે અયોધ્યામા રામ મંદિરનુ ભવ્ય નિર્માણ થયુ છે વધુમાં ૩૭૦ ની કલમ કાશ્મીર માથી નાબુદ કરવામાં આવી અને આતંકવાદ અને નકશલવાદ ને કાયમ માટે નાબુદ કરી દેવામાં આવ્યુ અને ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યુ છે તથા વગર ભેદભાવે યોજનાઓનો લાભ દરેકને મળી રહ્યો છે અને વિકાસ કરાવીશુ દરેકનુ પણ સૃષ્ટિ કરણ નહીં થવા દઈએ આજે ભાજપ પાર્ટીનો સંકલ્પ છે નરેન્દ્રમોદી નાં નેતૃત્વમા ભાજપ આ કાર્ય કરી રહ્યુ છે અને મેં પણ તમારી વચ્ચે આ સંકલ્પ સાથે આવ્યો છુ વધુમાં યૉગીએ જણાવ્યું હતુ કે ચૂંટણી સમયે તમારી સમક્ષ ઘણા લોકો આવેછે અને મોટા મોટા વચનો આપતાં હોય છે પરંતું સંકટ સમયે જે તમારી સાથે છે તેજ તમારો સાચો સાથી છે અને જઇ ગંભીર સંકટ કોરોના સમયે આવ્યો હતો ત્યારે મફત મા ટેસ્ટ મફત મા ઉપચાર મફત મા વેક્સિન તથા દેશના ૮૦ કરોડ લોકોને મફતમા અનાજ આપવાનું કામ પણ મોદી સાહેબે કર્યું વધુમાં યોગી એ જણાવ્યું કે કદાચ આવા સમયે કૉંગ્રેસ ની સરકાર હોત તો વેક્સિન ના પૈસા અને અનાજના પૈસા ખાઈ જતી અને કોઈ ગરીબ ને આનો લાભ ન મળતો અને અજે લાખો કરોડોની યોજનાઓ નો લાભ દરેક વ્યક્તિને મળી રહ્યો છે જેમા પ્રધાનમંત્રી આવાસ યોજના હર ઘર નલ યોજના ના લાભો મળી રહ્યા છે યોજનાઓ ઉપર ભાર મુકી યોગી એ જણાવ્યું કે જાત ભાત વગર યોજનાઓના લાભ આપવામા આવેછે બીજુ કે ગુજરાતમાં ભગવાન બિરસા મૂંડા વિશ્વ વિદ્યાલય ની સ્થાપના નો કાર્યક્રમ પણ આ શૃંખલાનો એક ભાગ છે એટલા માટે અમે તમારી પાસે આવ્યા છે વધુમા યૉગીએ કૉંગ્રેસ ને આડે હાથે લેતા જણાવ્યું કે જો કૉંગ્રેસ હોત તો કાશ્મીર માથી ૩૭૦ ની કલમ હટાવતી? જે સરદાર સાહેબની પ્રતિમા છે દુનિયાની સૌથી મોટી પહેલા નંબરની પ્રતિમા બનાવતી? અને કૉંગ્રેસે બાબા સાહેબને અને સરદાર સાહેબ ને સન્માન નથી આપ્યુ એમ યૉગીએ જણાવ્યું હતુ અને ડબલ એન્જિન ની સરકાર જ્યારે ચાલશે ત્યારે બુલેટ ટ્રેન ની જેમ વિકાસના કાર્યો કરતી ચાલશે અને નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી પણ નોહતા ત્યારે ગુજરાતમાં તોફાનો થતા ઝગડા થતા ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનું કાર્ય થતુ હતુ જ્યારથી મોદી સાહેબ આવ્યાં છે ત્યારથી છેલ્લા૨૦ વર્ષ થી કોઈ ઝગડા કે તોફાનો થયા નથી ગુજરાત વિકાસના પથ પર આગળ વધી રહ્યુ છે નવ જવાનો માટે નોકરીની સુવિધા આપવામા આવેછે વગરે યૉગીએ ભાષણ દરમિયાન જણાવ્યું હતુ અને આ કાર્યક્રમ મા ભાજપ નાં કાર્યકરો હોદ્દેદારો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here