બાકરોલ રોડ પર રસ્તામાં જાનવર આવી જતા ઈજાગ્રસ્ત મોટરસાયકલ ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વડોદરા જિલ્લાના સાંઢાસાલ ગામના પરવડી ફળીયામાં રહેતા અને એમ જી મોટર્સ કંપની માં નોકરી કરતા ધવલભાઈ લાલાભાઈ ગોહીલ ગત તા.૧૪/૧૧ નાં રોજ રાત્રી નાં ૨:૩૦ કલાકે પોતાની મોટરસાયકલ લઈને કાલોલના બાકરોલ ગામ પાસે રોડ ઉપર થી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ હંકારતા રસ્તામાં કોઇક જાનવર આવી જતા મોટરસાયકલ પરનો કાબૂ ગુમાવી દેતા જાનવર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને ધવલભાઇ ને માથામાં પાછલા ભાગે વાગતા બેભાન અવસ્થામાં રોડ ઉપર પડયો હતો અને વામિટ પણ થઈ ગયી હતી. જેને સૌ પ્રથમ ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ એસ જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમ્યાન તા ૧૮/૧૧ નાં રોજ રાત્રી ના ૮ કલાકે મરણ પામેલ જે બાબતની ફરીયાદ નિલેશકુમાર રાવજીભાઈ ગોહીલે કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે મૃતક યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એન આર રાઠોડે શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here