નસવાડી ખાતે બિરસામુંડા ની ૧૪૬ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બિરસામુંડા ભગવાનની ઉજવણીના માધ્યમથી આદિવાસી સમાજને આગળ વધારવા માટે ની સમજણ અપાઈ”

નસવાડીના એકલવ્ય મેદાન પર આજે ભગવાન બિરસામુંડા ની 146 મી જન્મ જયંતિ ઉજવવામાં આવી જેમાં કેન્દ્રીય મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ ની પ્રેરક ઉપસ્તીથી રહી હતી અને બિરસામુંડા જન્મ જયંતિ ની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી અને કેન્દ્રીય મંત્રી એ આદિવાસીઓ વીશે જાણકારી આપી હતી આપણા આદિવાસીઓ માટે પ્રાણ આપનાર બિરસામુંડા નો જન્મ નવેમ્બર 1875 મા થયો હતો અને એમને 1 ઓક્ટોબર 1894 મા મુંડા નેતૃત્વ કર્યું અને અંગ્રેજોને કડક ચેતવણી આપી હતી અને એમની જેમ ઘણા આદિવાસીઓ શૂરવીરો એ ગુલામી વિરુધ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને જન નાયક બનીને ઉભર્યા હતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે 15 નવેમ્બરનો આજે શુભ દિવસ છે અને આ દિવસ બિરસામુંડા ની જન્મ જયંતિ નો દિવસ છે અને આને લઈ કેન્દ્રીય મંત્રી એ છોટાઉદેપુર જિલ્લાના પ્રશશન નો આભાર વ્યક્ત કર્યો હતો અને આ જે આદિવાસી સમાજ આખા દેશ નો છે અને એમનો યોગદાન સ્વતંત્રતા આંદોલન માં રહ્યો સમાજના નિર્માણ માટે રહ્યો પર્યાવરણ ની રક્ષામાં રહ્યો અને આપણી સંસ્કૃતિને સમૃધ્ધ કરવામાં રહ્યો છે એ બધાને સમ્માનિત કરવા માટે જન જાતી ગૌરવ સમ્માન દિવસ ના રૂપમાં મનાવવાનો જર નિર્ણય લિધો છે તેના માટે પ્રધાન મંત્રી શ્રી નો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને શુભેચ્છા આપવામાં આવી હતી અને બિરસામુંડા નો જન્મ 1875 મા થયો અને સરદાર વલ્લભભાઈ પટેલ જેમની પ્રતિમા કેવડિયા માં છે એમનો જન્મ પણ 21 ઓક્ટોબર 1875 માં થયો હતો બે મહા પુરૂષો નો જન્મ 1875 માં થયો આ બહુ મોટો સંજોગ કહેવાય અને આપણે સંકલ્પ લઈ રહયા છે આપણો દેશ જ્યાં સનાકૃતિ અનેક છે ભાષાઓ અનેક છે ખાન પણ અલગ કજે વેશભૂષા અલગ છે પણ આત્મ બધાની એક છે એક ભારત શ્રેષ્ટ ભારત એ આપણો નારો નથી સંકલ્પ છે આપણે કામો એવા કરીયે કે આપણો દેશ દુનિયામાં સર્વ શ્રેષ્ટ હોય અને દુનિયામાં જો કોઈ લોક તંત્ર છે તો એ આપણો ભારત દેશ છે અને આ લોક તંત્રમાં મોટા ભાગનો આપણો આદિવાસી સમાજ છે અને આપણો સમાજ આગળ વધે અને ટોચ સુધી પોહચે એમ કેન્દ્રીય મંત્રી રામચંદ્ર પ્રસાદે જણાવ્યું હતું અને બિરસામુંડા જન્મ જયંતિ નિમિતે મંચ ના મહેમાન ધારાસભ્ય અભેસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ માલકાબેન પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવા અને રાશિકા ચૌબે i d e s ( એડિશનલ સેક્રેટરી) રુચિકા ચૌધરી ગોવિલ i r s ( એડિશનલ સેક્રેટરી) સુકૃતિ લેખી i a s ( a s & f a ) પુનિત કંસલ i s ( જોઈન્ટ સેક્રેટરી) સ્તુતિ ચારણ i a s( કલેક્ટર છોટાઉદેપુર) ગંગા સિંહ i a s ( જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર) મંચના મહેમાનો એ હાજરી આપી અને ભાજપ ના હોદ્દેદારો કાર્યકરો હાજર રહી અને બધા ભેગા મળી બિરસામુંડા જન્મ જયંતિ ને સફળ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here