ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ગોઘરા ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગોઘરા દ્વારા તા. ૧૪/૧૧/૨૦૨૧નાં રોજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ગોઘરા ખાતે આંતરરાષ્ટ્રીય બાળદિનની ખૂબ ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. બાળદિન નિમિત્તે વિવિઘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ગોઘરા ખાતે બાળ દિન નિમીત્તે બાળકો દ્વારા ચિત્ર સ્પર્ઘા, બાળકોનું હેલ્થ ચેકઅપ, પંચમહાલ ગાયત્રી પરીવાર સંગઠન દ્વારા બાળકોને બાળ સંસ્કાર, ઘાર્મિક સંસ્કાર, વાર્તાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. બાળકો તથા સ્ટાફ દ્વારા ખુબ જ ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા એકમ, પંચમહાલ દ્વારા રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા આયોજિત બાળકીઓની શિબિરમાં ઉપસ્થિત રહી બાળકીઓને બાળકોના અઘિકારો, ગુડ ટચ બેડ ટચ, પોકસો એકટ, જુવેનાઇલ જસ્ટિસ એકટ, ચાઇલ્ડ લાઇન ૧૦૯૮, બાળ લગ્ન, બાળ મજૂરી તથા બાળ સુરક્ષા તેમજ સમાજ સુરક્ષાની વિવિઘ યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરુ પાડી બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here