નસવાડી એસ.બી.સોલંકી વિદ્યામંદિર ખાતે શિક્ષક દિનની ઉમંગભેર ઉજવણી કરાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બની અનુભવો રજુ કર્યા

આજે ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન ની ઉજવણી શાળા મા ઉમંગભેર કરવામાં આવી હતી શિક્ષક દિન ની ઉજવણી ના ભાગરૂપે શાળા નુ સંચાલન વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવ્યુ શાળા ના વિદ્યાર્થીઓ ને શિક્ષક બનાવવામા આવ્યા હતા શિક્ષક દિન શા માટે ઉજવવામા આવે છે?ભારત દેશના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મ દિવસ ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી જેમ કે આપણા માતા પીતા આપણ ને જન્મ આપેછે અને પાલન પોષણ કરેછે જ્યારે શિક્ષક છે એ આપણને જીવન જીવવાની કાળા શીખવાડે છે અને સાચુ માર્ગદર્શન આપે છે અને દરેક વાતમા આપણને પ્રોત્સાહીત કરેછે એટલે આપણે શિક્ષકનુ ઋણ ચૂકવી શકતા નથી એટલે આપણે શિક્ષકને ભૂલવા જોઈએ નહી ભલે આપણે ગમે એટલા ઉંચા સ્થાન પર કેમ ના પોહચી જઈએ શિક્ષકનું મૂલ્ય કોઈ પણ ચુક્વી શકતુ નથી આપણા સમાજમા શિક્ષક નુ મહત્વ એક ગુરૂ સમાન છે એટલા માટે એસ.બી.સોલંકી વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિક્ષક બન્યા હતા અને વિદ્યાર્થીનીઓ એ સાડી પહેરી હતી અને વિદ્યાર્થીઓએ પેન્ટ શર્ટ શૂટ જેવા વસ્ત્રો પહેરી શિક્ષક બની શાળા મા આવ્યા હતા અને વિદ્યાર્થીઓ ને ભણાવવાનો અવસર મળ્યો હતો અને હોંશે હોંશે ભણાવ્યા હતા અને શિક્ષકનુ મહત્વ સમજાયુ હતુ અને છેલ્લા તાસ મા શિક્ષક બનેલ વિદ્યાર્થીઓના અનુભવ પૂછવામા આવ્યા હતા આમ શિક્ષક દિન સમારંભની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here