ડભોઇ : ખાણ ખનીજ વિભાગનો સપાટો… ગેર કયદેસર રેતી ખનન કરતા 15 થી 20 લાખ રૂપિયાના વાહનો જપ્ત કરતું વડોદરા ખાણ ખનીજ વિભાગ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના કરનેટ ગામે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા 1 ટ્રેક્ટર, 1 ડમ્પર, જપ્ત કર્યા હતા અને 1 જેસીબી મશીન અને 4 ટ્રેક્ટરો ભાગી છુટ્યા હતા ખનીજ ચોરો માં ફફડાટ 15 થી 20 લાખ રૂપિયા નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે નદીના પટમાં કરોડો રૂપિયાને રેતી ખનન થઈ ગયા પછી અધિકારીઓ જાગ્યા છે.છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના કરનેટ ઓરસંગ નદીમાં સફેદ રેતી ની ચોરી નો ધંધો ખુલ્લેઆમ ફુલ્યો ફાલ્યો હતો. અનેક વાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા આવી હતી. ત્યારે વડોદરા માઇન સુપરવાઇઝર ભૂસ્તર શાસ્ત્રી કચેરી ખાતે ફરજ બજાવતા દેવાભાઈ છારીયા ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ ખાતા દ્વારા રવિવાર બપોરના સમયે ડભોઇ તાલુકાના કરનેટ ઓરસંગ નદીમાંથી ખનીજ ચોરી કરી રહેલા હોવાની બાતમી આધારે અધિકારી સુનિતાબેન અરોરા ભૂસ્તરશાસ્ત્રીઓને જાણ કરવામાં આવી હતી કે કરનેટ ગામે થી રેતી નીચોરી થઈ રહી છે સુચના મુજબ તેઓની સાથે સિક્યુરિટી લઈ ખાનગી ફોરવીલ ગાડી માં વડોદરા થી ડભોઇ તાલુકાના કરનેટ બ્રીજ થી જમણી બાજુ ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર ખનન વહન થઈ રહેલું હતું જેમાં એક ટ્રેક્ટર ટ્રોલી સાથેનું નંબર G J 6 H S 2477 અને એક ડમ્પર GJ 5 B T3517ને વાહન સહિત ડ્રાઇવરો સાથે ઝડપી પાડયા હતા જ્યારે કે એક જેસીબી મશીન પીળા કલરનું રેતી ખનન ની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ચાલક મશીન લઈને ભાગી છુટ્યો હતો જ્યારે કે તે દરમિયાન નદીમાંથી ગેરકાયદે રેતી ભરવા આવેલા અન્ય ચાર જેટલા ટ્રેક્ટરો ટ્રોલી સાથેના ચાલકોને ઉભું રાખવાનું કહેતા તેઓ બેદરકારી પૂર્વક હંકારી ભાગી છુટ્યા હતા.
ડભોઇ તાલુકાના કરનેટ ઓરસંગ નદીમાંથી સફેદ રેતીની ચોરીનો વેપલો છેલ્લા ઘણા મહિનો ઓથી ફુલ્યો ફાલ્યો હતો ત્યારે ચોક્કસ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી દરોડો પાડવામાં આવ્યો હતો જેમાંથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ટ્રેક્ટર એક અને એક ડમ્પર ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાંથી કરનેટ ઓરસંગ નદીમાં થયેલી ખનીજ ચોરીનો ટ્રેક્ટર અને ડમ્પર ડભોઇ પોલીસ ને હવાલે કરી એક જેસીબી મશીન અને ચાર ટ્રેક્ટરના નામ સરનામા મળી આવ્યા નથી એકબીજાની મદદગારી કરી તેઓના વિરોધ માઇનસ એન્ડ મિનરલ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એકટ 1957 ની કલમ4(1)4A21 તથા ગુજરાત મિનરલ્સ પ્રેવેનન્સ ઓફ ઈ લીગલ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ 2017 ના નિયમ 3 તથા 7ના ભંગ બદલ 21 મુજબ તથા આઇપીસી કલમ 379 186 279 તથા 114 મુજબ ગુનો નોંધાવી વાહન કબજે કરી આગળ કાર્યવાહી કરવાઅત્યાર સુધીમાં થયેલી ખનીજ ચોરીનું માપ કરી અને યોગ્ય દંડ આપવાની ખાણ ખનીજ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.? જોકે એક ટ્રક અને ટ્રેક્ટર ઝડપી પાડી ખાણ ખનીજ ના દરોડા થી ખનીજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here