નસવાડીમા જલારામ જયંતિ નિમિતે છપ્પનભોગ દર્શન કરાવ્યા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ1એન કુરેશી :-

જલારામ મંદિરે રાત્રે ભજન કીર્તન તથા ડાયરા નું આયોજન કરવામાં આવ્યું

નસવાડી મા જલારામ મંદિરે છપ્પનભોગ ના દર્શન કરાવવામાં આવ્યા હતા જલારામબાપાનો ટૂંકો ઇતિહાસ એવો છે કે 14મી નવેમ્બર ના રોજ અને કારતાકી મહિનાની સાતમના દિવસ એટલે જલારામ બાપાનું પ્રાગટ્ય દિવસ અને જલારામ બાપા નો જન્મ લોહાણા સમાજના ઠક્કર કુળ માં થયો હતો એ નાનપણ થીજ ભકિત ભાવમાં રસ ધરાવતા હતા જ્યારથી બોલતા થયા સમજણા થયા ત્યારથી સુતા બેસતા ઉઠતા બસ રામ નુ જ રટણ કરતા અને રમવાની ઉંમરે પણ એ રામ નું રટણ કરતા હતા અને એમની માતાનું નામ રાજબાઈ અને એમના પિતા ધંધો કરતા વીરપુરની હાટડીમાં એમની એક હાટડી આવેલી મોટા પાયે વેપાર હોવાના કારણે હિસાબ કિતાબ પણ મોટો હતો એટલે હિસાબ કિતાબમાં વાંધો ના આવે એટલે બાપાને નિશાળે ભણવા મુક્યા હતા પણ જન્મ થીજ ભગવાનમાં જીવ ગૂંચાયલો એટલે ભણવામાં જરા પણ મન લાગ્યું નહિ જેવી જલારામબાપા ની જનોઈ આપી તરતજ તેમને વેપારમાં બેસાડી દીધા બાપા તો સાધુ સંતો સાથે સત્સંગ કરે અને ભુખ્યાને ભોજન અને તરસ્યા ને પાણી પીવડાવે એજ એમનો ધર્મ એમના પિતાને ચિંતા થવા લાગી એટલે પિતાએ 16વર્ષ ની ઉંમરે 1816 ની સાલમાં આટકોટ ના પ્રાગજીભાઈ ઠક્કર ની પુત્રી વીરબાઈ સાથે લગ્ન કરાવી દીધા વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા તેથી જલારામબાપા સાથે વીરબાઈ પણ સંસારી વૃત્તિઓથી દૂર રહી સંતો અને જરૂરિયાતમંદો ની સેવામાં જંપલાવી દીધું બાપા તો લગ્ન પછી પણ ધર્મ માં રચ્યા પચ્યા રહેતા સેવા કરવાનો એ એમનો પરમ ધર્મ બાપાની ભક્તિ જોઈ વીરબાઈ પણ એ રસ્તે વળી ગયા પતિની ખુશી ધરમ સેવા કરવાનો છે તો ફરજ સમજી વીરબાઈ પણ સાધુ સંતો ની સેવા કરવા ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પાતા એક દિવસ તેમના પિતાને ગુસ્સો આવતા બાપાને જુદા કરી દીધા હવે બાપાની ભક્તિ કરવી આશાન બની ગઈ જલારામ બાપા અને વીરબાઈ તો ઉપડ્યા જાત્રા કરવા ગામે ગામે જાત્રા કરીને પાછા આવ્યા એક દિવસ જલારામ બાપા ના પિતા સમજાવવા આવ્યા કે ભક્તિ તો ઘેર બેઠા પણ થાય આમ ગામે ગામ ફરી ભક્તિ કરવાથી શુ ફાયદો કીડીને કણ નાખીએ તોય પુણ્ય મળે અને હાથીને મણ નાખીએ તોય પુણ્ય મળે તારે જો ભક્તીજ કરવી હોય તો ઘરેજ કોઈ ભૂખ્યા સાધુ સંત ને જમાળ દીકરા પણ ઘરનો ધંધો ખોટમાં ઉતારી આમ ભક્તિ ના કરાય પોતાના પિતા ની વાત મનમાં ઉતરી ગઈ બાપાએ ઘરમાજ સદાવ્રત ચાલુ કરી દીધું વીરબાઈ રાંધે ને બાપા ભુખ્યાને અન્ન જમાડે બન્ને પતિ પત્ની હરિના ગુણ ગાતા જાય અને મજૂરી કરતા જાય દિવસે ને દિવસે બાપાને ત્યાં સાધુ સંતો ને ભક્તો વધારે આવવા લાગ્યા બાપા હોંશે હોંશે જમાડતા ને રાજી થતા જલારામબાપા ની ભક્તિ જોઈને ભગવાન ને પણ પરીક્ષા કરવાનું મન થયુ અને ઘરડા સાધુ ના વેશ માં એક વ્યક્તિ આવ્યા ને કીધું કે મે ભૂખ્યો નથી મારે જમવું નથી હું ઘરડો છું મારી સેવા કરવા વાળું કોઈ નથી મારે તો સેવા કરવા તારી બાઈ જોઈએ છે બાપા કઈ બોલે એ પહેલાં વીરબાઈ સાંભળી ગયા ને તે સાધુ સાથે ચાલવા લાગ્યા થોડે દુર જંગલ માં ગયા અને સંતે વીરબાઈ ને લાકડી અને જોડી આપી ગાયબ થઈ ગયા વિરબાઈને ખ્યાલ આવી ગયો કે કોઈ સાધારણ સંત નઈ પણ સાક્ષાત હરિ જ હતા આજે પણ જલારામબાપા ની સાથે સાથે લાકડીના અને જોડીના દર્શન થાય છે ને પૂજા પણ કરવામાં આવેછે આ જલારામ બાપા નો ટૂંકો ઇતિહાસ હતો અને બાપાની યાદ માં જલારામ જયંતિ ઉજવવામાં આવેછે અને નસવાડી માં ભક્તો પણ મોટી સંખ્યામાં છપ્પનભોગ દર્શન માં જોડાયા હતા અને રાત્રે ડાયરામાં પણ ભક્તોએ ભાગ લઈ બાપાની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here