નસવાડીમાં બે નાળા વચ્ચે બનેલા રોડની ધારો હજુ સુધી ન પુરાતા અનેક બાઈક સવારો ગબડયા…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રોડની સાઈડો ઉચી હોવાના કારણે વાહન ચાલકોને પડતી મુશ્કેલીયો કોણ કરશે હલ એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો નસવાડી નગરમાં

નસવાડી નગરમાં બે નાળા વચ્ચે રોડ બનાવવામાં આવ્યો પરંતુ રોડની ધારો ઉંચી હોવાના કારણે કેટલાક બાઈક સવારો રોડની ધાર પરથી ગાબાળતા જોવા મળ્યા છે અને રોડ નું કામ રાત્રે કરવામાં આવ્યું હતું જેને લીધે લોકો નિદ્રામાં હોવાના કારણે રોડ બનાવનારે ધારો ને સરખી રીતે પુરાણ કર્યું નથી અને આજે રોડ બન્યે ઘણો સમય વીતી ગયો છે છતાં પણ રોડ ની જે ધારો છે એ જેસે થે પરિસ્તીથીમાં છે અને જ્યારે રોડ રાતના સમયે બન્યો ત્યારે કોઈ કેહવા વાળુ ન હતું કે ધારો પૂરો અને કોન્ટ્રેક્ટરે પોતાની મરજી પ્રમાણે ફાવે એવો રોડ બનાવી દેવામાં આવ્યો છે અને નસવાડી ગામનો પ્રશ્ન એ છે કે આટલો સમય વીતી ગયો છતાં પણ ધારો કેમ પુરવામાં આવતી નથી લોક મુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે કે જ્યારે રોડ બનાવવામાં આવે ત્યારે રોડ ને ખોદી ઉપર બનાવવામાં આવેછે તો નસવાડી નગરમાં બે નાળા વચ્ચે નો જે રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ ઉપર જ ડામર પાથરી બનાવેલ છે તો એનું કારણ શું હોય શકે એમ નસવાડી માં ચર્ચાનો વિષય બન્યો છે અને નગરજનો આ રોડની ધારો ન પુરાતા હેરાન પરેશાન થયા છે નસવાડી ની પ્રજાની માંગ એજ છે કે આ રોડ પરની ધારો જે ઉંચી કરી દેવામાં આવી છે તેને સરખી કરે અને કોઈ ઘટના ન બને અને જો આ રોડની ધાર પરથી કોઈ બાઈક સવાર પડ્યો તો તેનો જવાબદાર કોણ ગણાશે એમ ચર્ચાઓ થઈ રહી છે અને તંત્ર આ બાબતે સજાગ થાય અને વહેલી તકે આ રોડની જે ધારો ડુંગર જેવી કરી છે તેને સ્લોપ આપી સરખી કરે તેવી નસવાડી નગરજનો ની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here