માન.વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની અધ્યક્ષતામાં અણીયાદ પ્રા.શાળા ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબની આજ રોજ “मन की बात” કાર્યક્રમ અંતર્ગત અણીયાદ પ્રા.શાળા ખાતે માન.વિધાનસભા ઉપાધ્યક્ષ, માન.વિધાનસભા – 124 ધારાસભ્યશ્રી, માન.પંચમહાલ ડેરી ચેરમેનશ્રી, માન.પંચમહાલ ડિસ્ટ્રીક કો.ઓપરેટિવ બેંકના ચેરમેનશ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શિક્ષણ વિભાગ દ્વારા માન.વિધાનસભા ઉપાધ્યક્ષ સાહેબશ્રીનું બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમાર, પગાર કેન્દ્ર આચાર્યશ્રી વિજયભાઈ પટેલ, સરપંચશ્રી તેમજ સ્થાનિક અગ્રણી શ્રી રમણભાઈ રાઠોડ વગેરે દ્વારા પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું. ત્યારબાદ “मन की बात” નિહાળવામાં આવ્યો. જેમાં માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પદ્મવિભૂષણ, પદ્મભૂષણ તેમજ પદ્મશ્રી એવોર્ડ, શિક્ષણ, પ્રાણીઓ, ધાર્મિક, સાંસ્કૃતિક વારસો, યોગ, કોરોના, વેકસીનેશન, પોસ્ટ કાર્ડ લેખન, ટેકનોલોજી ઉપયોગ, વિજ્ઞાન આવિષ્કાર, સ્પોર્ટ્સ ક્ષેત્રે, આર્થિક ગતિવિધિઓ, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ભારત અને ભારતને શિક્ષણ અને જ્ઞાનની તપોભૂમિ ગણવી હતી.

માન.વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે શહેરા તાલુકાના વિકાસ વાત, કામોની સમીક્ષા, નલ સે જલ યોજના, પશુપાલન, દૂધ ડેરી વ્યવસાય વગેરે સાથે સૌને એકબીજા સાથે ભાઈચારો બનાવી રાખવા, તેમજ કોરોના મહામારી દરમિયાન કોવિડ – 19 ગાઈડલાઈન અનુસરવા અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન અણીયાદ સી.આર.સી.કો.ઓર્ડીનેટર ભુપેન્દ્રસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અણીયાદ ક્લસ્ટરની પેટા શાળાઓના આચાર્યશ્રીઓ, તલાટીશ્રી, શ્રી ભવાનસિંહ ચૌહાણ, શ્રી નટવરસિંહ ચૌહાણ, શ્રી સૂર્યકાન્ત પટેલ, શ્રી જીતેન્દ્ર સિંધી, શ્રી રમણભાઈ પ્રજાપતિ, શ્રી શૈલેષભાઈ બારોટ, ગ્રામજનો અને પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહિતી પૂર્ણ કરવામાં આવ્યો હતો.

માન.સાહેબશ્રી સાથે મુક્તપણે શૈક્ષણિક પ્રગતિ સંદર્ભેનો વાર્તાલાપનો હર્ષોલ્લાસ રહ્યો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here