નસવાડીના લાવાકોઈ રતનપુર(ક)ગામે વનવાસી કલ્યાણ પરિષદ દ્રારા વ્યસન મુક્તિ રેલી યોજાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

જો જીવવુ હોય જીવન સારૂ તો છોડો ગુટખા અને દારૂ

આજરોજ શ્રી ગુજરાત કલ્યાણ પરિષદ દ્રારા વ્યસન મુક્તિની રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા નસવાડી તાલુકાના લાવાકોઈ રતનપુરા(ક) કટકુવા નનીઝરી ગામોના લોકો ભેગા મળી ખૂબ મોટી સંખ્યામા જોડાયા હતા અને દારૂ છોડો ગુટખા છોડો ના સૂત્રોચ્ચાર સાથે લોકો મોટી સંખ્યામા રોડ પર રેલી નીકળી હતી આ રેલીમા લાવાકોઈ ગામના સરપંચ સુરેશભાઈ અને રતનપુરા(ક) ગામના નરેન્દ્ર મહારાજ નાનીઝરી ગામથી બચુભાઇ આ આગેવાનોએ પોતાના સમાજના લોકોને વ્યસન મુક્તિ માટે આગેકૂચ કરી હતી અને આ આગેવાનો સાથે સાથે ગામના અને આજુ બાજુ ના યુવાનો વડીલો અને મહિલાઓ ખૂબ મોટી માત્રામા જોડાયા હતા આ વ્યસન મુક્તિની રેલીમા જોડાઇ આવા ખરાબ વ્યસન કરનારા માણસોની પત્નીઓ આવા વ્યસન નાં કારણે પોતાના પતિઓ ને ગુમાવી બેઠા છે એવા કેટલાક બનાવો આપડે જોયા છે અને હવે પછી આ વ્યસનથી આપણી બહેનોના અખંડ ચુંડલો છીનવાઈ જતા હોવાથી અને ઘણા ઘરબાર વિખાઈ જાય છે અને જે ઘરના મોભ જતા રહેછે તેવા ઘરો પડી ભાગતા હોય છે આ વયસનોની આદતો ખાસ કરીને આપણા આદિવાસી સમાજમા વધુ જોવા મળેછે કરણ કે આપણા આદિવાસી ભોળા સ્વભાવના હોય છે અને એમને જાણ નથી હોતી કે આ વ્યસનો ભવિષ્ય મા આપણને મોટુ નુકશાન પહોંચાડી આપણો જીવ પણ લઈ શકેછે માટે આવા વ્યસનો થી દુર રહી પોતાના હર્યા ભર્યા ઘરને ઉજાગર કરે અને જે લોકો વ્યસન કરેછે તેવા લોકો વ્યસન ને છોડે અને આપણા લીલા ઘરો સુકાય ન જાય તે હેતુથી આ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં આપણાં સમાજનાં લોકો નાના બાળકોને પણ ગુટખા ના દાણા ખવડાવતા હોય છે પણ આ ભોળા લોકોને ખબર નથી હોતી કે આ વસ્તુ શરીરને નુકશાન પોહચાડેછે માટે આવા લોકો પોતાના સંતાનોને ભણાવે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારે અને જે લોકો વ્યસન ના રવાડે ચડ્યા છે તેવા લોકો વ્યસનો થી દુર રહે અને પોતાનુ જીવન સારી રિતે સુખમય જીવે તેવા આશયથી વ્યસન મુક્તિ રેલી યોજી બેઠકો કરી સમજણ આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here