નસવાડીના ખુશાલપુરા ખાતે રૂા. ૫.૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત બીજનું પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે લોકાર્પણ કર્યું

નસવાડી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના એશી કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે : મંત્રી. ભીખુસિંહજી પરમાર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખુશાલપુર ગામે રૂા. ૫.રર કરોડના ખર્ચે નવનિર્મિત કરવામાં આવેલા બ્રીજના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ બ્રીજના નિર્માણથી ૪૦થી વધુ ગામના લોકોને ટુંકો અને સરળ માર્ગ ઉપલબ્ધ થશે. તેમજ ઇંધણનો બચાવ થતા નાણા અને સમયનો પણ બચાવ થશે એમ કહી તેમણે અમારી આ સરકાર સૌના કલ્યાણની ચિંતા કરનારી છે એમ કહી તેમણે અન્ન નાગરિક પુરવઠા વિભાગ પારદર્શક રીતે કામગીરી થાય એ માટે લેવામાં આવનારા પગલાઓ વિશે જાણકારી આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય તેમજ કેન્દ્ર
સરકારની અનેકવિધ યોજનાઓની વિગતે જાણકારી આપી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો
સાંસદ ગીતાબેન રાઠવાએ પણ રાજય સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓ વધારાવ માટે કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવે છે. તેમણે કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર સમજણ પણ આપી હતી.
સંખેડાના ધારાસભ્ય અભેસિહભાઇ રાઠવાએ રાજય સરકારની વિકાસલક્ષી નિતિ અંગે વિગતે છણાવટ કરી સંખેડા વિધાનસભા વિસ્તારમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી કામો અંગે વિગતવાર જાણકારી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું
મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનરે હર્નિશભાઇ વસાવાએ કર્યું હતું. આભારવિધિ માર્ગ અને મકાન (પંચાયત) નસવાડીના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર હિનાબેન બલ્લરે આટોપી હતી.
કાર્યક્રમમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિહ રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ ભીલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, યુવા અગ્રણી મુકેશભાઇ રાઠવા, જિલ્લા પુરવઠા અધિકારી એ આઇ હળપતિ, નાયબ કાર્યપાલક ઇજનેર ભાભોર, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here