રાજ્ય સહિત ગોધરા નગરમાં ભારે પવન સાથે વરસાદ…

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

સવારના 8 કલાકે અચાનક વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગની આગાહી સાચી પડી….

રજાના દિવસે બેફિકર બની આરામ કરતા લોકો માટે sunday…funday બની ગયો…

અનેક મકાનોના પતરા હવા સાથે વંટોળે ચઢ્યા… જ્યારે ઝાડ પડ્યા હોવાની કથિત ખબરો…

મળતી વિગતો મુજબ ગત રોજ રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ભારે પવન સાથે વરસાદ ગુજરાત તરફ આવી રહ્યો છે જે અનુરૂપ હવામાન વિભાગની આગાહી ખરી સાબિત થતા આજરોજ સવારના 8 કલાકે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. તેમજ રવિવારનો દિવસ હોવાથી વિકેન્ડની મોજ માણનારા ગુજરાતીઓ અટવાઈ પડ્યા હતા કારણ કે ભારે પવને વાવાઝોડાનો રુદ્ર સ્વરૂપ ધારણ કરી અનેક ઘરોના પતરા સહિતનો માલ સામાન વંટોળે ચઢાવ્યો હતો તેમજ રોડ રસ્તા પર ઝાડ ધરસાઈ થયા હતા…

તદઉપરાંત હવા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં અત્યંત ઠંડક પ્રસરાઈ ગઈ હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here