નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી જિલ્લાના વિવિધ માર્ગો ઉપર ઝાડ પડતાં માર્ગ અને મકાન વિભાગ, ટ્રાફિક પોલીસ તેમજ વનવિભાગ દ્વારા ઝાડ હટાવી રસ્તા ખુલ્લા કરાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા નગર મા થોડોક વરસાદ ખાબકતાં જ વીજળી ની રામાયણ કલાકો સુધી વીજળી ગાયબ!! થોડા સમય પહેલા જ હાથ ધરવામાં આવેલ પ્રીમોનસુન કામગિરી ની પોલ ખુલી

જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજ લાઈન પર ઝાડ પડતાં તેને હટાવી વીજ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દુરસ્તીકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરાયો

નર્મદા જિલ્લામાં તા.૪થી જૂન ના આજરોજ રવિવારના સવારના સમયે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં બપોરે ૧૨ =૦૦ વાગ્યા સુધીમાં દેડીયાપાડા તાલુકામાં-૦૯ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૦૭ મિ.મિ.,ગરૂડેશ્વર તાલુકામાં ૧૬ મિ.મિ., નાંદોદ તાલુકામાં ૧૨ મિ.મિ. અને સાગબારા તાલુકામાં ૦૨ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

નર્મદા જિલ્લામાં આજે વરસેલા વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સંબંધકર્તા વિભાગોના અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી વરસાદને પગલે જિલ્લાના નાગરિકોનું જનજીવન પ્રભાવિત ન થાય અને રાબેતા મુજબ રહે તે જોવા તાકીદ કરી હતી. વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારોમાં માર્ગો પર તેમજ વીજ લાઈન પર વૃક્ષો પડવાની સ્થિતિમાં તાત્કાલિક અસરથી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત), વીજ વિભાગ, પોલીસ અને વનવિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી હતી. જેમાં રાજપીપલા અને ગરૂડેશ્વર વિસ્તારમાં વીજ લાઈન પર ઝાડ પડતાં તેને તાત્કાલિક દૂર કરી વીજ લાઈનનું દુરસ્તીકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો. તેમજ નાંદોદના આમલેથા, દેડીયાપાડા સાગબારા રોડ, સાગબારાથી મહારાષ્ટ્રને જોડતો હાઈવે, રાજપીપલા – મોવી રોડ પર વૃક્ષો પડી જતાં તેને ત્વરિત અસરથી હટાવી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જોકે રાજપીપળા નગર મા વીજ કંપની ની પ્રીમોનસુંન કામગિરી ની પોલ ખુલી છે થોડા દિવસ પહેલા જ નગર મા વીજ પુરવઠો બંધ કરી કામગિરી હાથ ધરવામાં આવી હતી તેમ છતાં વરસાદ ખાબકતા વીજ પુરવઠો કલાકો સુધી બંધ રહયો હતો!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here