નર્મદા જિલ્લા સેવાસદનમાં કાર્યરત બાળ સુરક્ષા વિભાગની કચેરીમાં કર્મચારીઓના માથે મંડરાતી મોત…!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કચેરીની છત ઉપરથી રોજ પોપડા પડે છે છતમાં કટાઈ ગયેલા સળિયા પણ સ્પષ્ટ દેખાતા હોઈ નીચે બેસતા કર્મચારી પર મંડરાતું જોખમ

AC ચેમ્બરમાં બેસનાર અધિકારીઓ પોતાની ઓફિસમાથી નીકળી બીજા કર્મચારીઓના હાલ જોશે ખરા ??

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી નર્મદા જિલ્લા સેવા સદન બિલ્ડીંગના ભોઈ તળિયે આવેલી બાળ સુરક્ષા વિભાગની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ ભયના ઓથા હેઠળ કામ કરી રહયા છે કેમ કે કચેરીની છત પરથી રોજ પડતા પોપડા અને ઉપર સિલિંગમાં કાટ ખાઈ ગયેલા બહાર જણાઈ આવતા સળિયામાંથી ગમે ત્યારે જાણે સ્લેબ નીચે પડશે તેવો ડર આ કચેરીમાં કામ કરી રહેલા કર્મચારી ઓને સતાવી રહ્યો છે.
ત્યારે જીલ્લ ના ઉચ્ચ અધિકારીઓ પોતાની ઓફિસમા જ જો બેેેસી રહેેતા હોય તો આવી સમસ્યાઓનુ નિરાકરણ કરી શકાય એ શકય નથી, પોતાના સ્ટાફને શુ તકલીફ છે તે જોવા કચેરીઓમાં રાઉન્ડ મારી અન્યની તકલીફ સમજવાની જરૂર છે.

જોકે જાણવા મળ્યા મુજબ સેવા સદનની આ બિલ્ડીંગમાંની ઘણી કચેરીઓમાં આવી હાલત છે તેમ છતાં આવી કચેરીમાં કર્મચારીઓ જોખમરૂપ કામ કરવા મજબૂર બન્યા છે આખા નર્મદા જિલ્લાનું જ્યાંથી સંચાલન થઇ રહ્યું હોય તેવી જિલ્લા સેવાસદનની બિલ્ડીંગમા જ જો આવી બેદરકારી જણાય અને તે બાબતે ત્યાં બેસતા ઉચ્ચ અધિકારીઓ પણ જ્યારે આંખ આડા કાન કરતા હોઈ ત્યારે જીલ્લાનો વિકાસ અને વહીવટ કેવી રીતે થતો હશે એ બાબતે અનેક સવાલો ઉઠી રહયા છે. જીલ્લા કલેક્ટર આ બાાબતે નર્મદા જિલ્લાના કર્મચારીઓનાાં હિતમા સંલગ્ન્  વિભાગોને સુુચના આપે એ જરૂરી છે.

બિલ્ડીંગોની મરામત દેખરેખની જવાબદારી જો મકાન અને માર્ગ વિભાગની હોય તો ધણી કચેરીમાં આવી સમસ્યાઓ છે, જેથી સુચના આપીને આવી કચેરીમાં તવરિતજ સમારકામ હાથ ધરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here