નર્મદા : રાજપીપળા દોલતબજારમાં કપડાની દુકાનમાંથી બિયરનો જથ્થો ઝડપાતા ચકચાર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રેડીમેઈડ કપડાંની દુકાનની આડમાં બિયરનુ વેચાણ થતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ

હાલ લોક ડાઉનમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીનુ પ્રમાણ રાજપીપળા શહેરમાં ખુબજ વધી જવા પામ્યું છે, વારંવાર ગેરકાયદેસર દારૂની રેઈડ અને પકડાવાના બનાવો ઉપરા છાપરી બની રહ્યાં છે, ત્રણ દિવસ પહેલાં જ રાજપીપળાના દરબાર રોડ ઉપર નંબર પ્લેટ વગરની કાળી એક્ટીવા ઉપર દારૂ ભરેલા કોથળા શાથે આવેલ લબરમુછીયા યુવાનો શાથે નર્મદા LCB પોલીસની ઝપાઝપી થઈ હતી અને વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલા યુવાનો ફરાર થઈ ગયા હતા જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, ત્યાં આ બનાવની સાહી હજુ સુકાઈ નથી તે પહેલાં જ રાજપીપળાના સફેદ ટાવર પાસે આવેલ જાણીતી કપડાંની દુકાનમાથી 8 નંગ બિયરના ટીન ઝડપાતા વિદેશી દારૂનો વેપલો રાજપીપળા નગરમાં મોટા પ્રમાણમાં ચાલતો હોવાનુ ચર્ચાસ્પદ બનેલ છે.
બનાવની વાત કરીએ તો રાજપીપલા એલ.સી.બી. પોલીસના માણસો પ્રોહીબિશન, અને જુગારની રેડમાં નીકળ્યા હતા. તેમને મળેલ બાતમીના આધારે રેડ કરતા શુભમ હરીવદનભાઈ દોષી રહે, સફેદ ટાવરના ઘરના ફ્રીજમાંથી પોલીસની રેઈડમાં ત્રણ નંગ બિયરના ટીન મળી આવ્યાં હતાં, જેને પુછતાં તેણે આ બિયરના ટીન બાબતે સફેદ ટાવર પાસે આવેલી સ્વામી નામની જાણીતી કપડાંની દુકાનના માલીક તુષાર નિલેશભાઈ દોશી, રહે. દોલતબજાર મંદિર પાસેની સામે આંગળી ચીંધી હતી, પોલીસે ત્યાં પણ રેઈડ કરતા વધુ 8 નંગ બિયરના ગેરકાયદેસરના ટીન મળી આવતાં પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બિયરના ટીન કપડાંની દુકાનમા રાખીને વેચાણ કરતો યુવક શુભમ હરિવરદન દોશી સગીર વયનો હોઈને સી.આર.પી.સી. ની કલમ 41(1) હેઠળની તેનાં વાલીને નોટીસ આપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને વિદેશી દારૂના આ વેપલામા કોણ કોણ સંડોવાયેલા છે તે પોલીસ તપાસમા બહાર આવવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here