ગોધરા : ચોમાસાની પ્રથમ ઇનિંગમાં જ પાલિકા તંત્રની પોલ ખુલી…ઠેર-ઠેર પાણીની તલાવડીઓ ઉભરાઈ…

ગોધરા,(પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ

પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગરમાં ગતરોજ સાંજના સમયેથી જ વરસાદી માહોલ જામ્યો હતો, અને રાત્રીના આઠ વાગ્યા પછી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા નગરના અનેક રોડ-રસ્તાઓ સહીત સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ જતા જાહેર વિસ્તારો તલાવડીઓમાં પરિવર્તિત થઇ ગયા હતા જેને લઈને નગર પાલિકાના અંધેર વહીવટની તસ્વીરો સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી.

ગોધરા નગરનું પાલિકા તંત્ર પોતાની આદત મુજબ આમ તો અવાર નવાર ચર્ચાઓના સ્થાને રહ્યું છે પરંતુ કોરોના વાયરસની મહામારીની શરૂઆતથી જ ગોધરા નગરમાં એક તરફ કોરોનાનો કહેર પ્રસરાય રહ્યો હતો જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની નિષ્કાળજીઓના કારણે સાફ-સફાઈ અને પીવાના પાણીની સમસ્યા નગરજનો માટે માથાનો દુખાવો બની ગઈ હતી, તેમજ ગોધરા નગરમાં વર્ષ-૨૦૧૫ માં જે તે સમયે ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેનું કામ આજે પણ અમુક વિસ્તારોમાં ચાલી રહ્યું છે અને ચોમાસાની શરૂઆત થવાની ખબર હોવા છતાં પણ વોર્ડ નંબર-૧૦ ના નવા બહારપુરા વિસ્તારને હાલ ખાડા-ખાબોચિયા ગ્રસ્ત બનાવી દેવામાં આવ્યો છે. જેને જોઇને જાગૃત નાગરિકોના મુખે અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે..!! એ તમામ પ્રશ્નો ટૂંક સમયમાં પ્રજા અને પ્રશાસન સમક્ષ મુકવામાં આવશે પરંતુ હાલ મેઘરાજાનો પ્રથમ ચરણ શરૂ થતા જ નગરના અનેક વિસ્તારોના રોડ-રસ્તાઓ તલાવડીઓ સમા બની ગયા હતા. ગોધરા નગરમાં છેલ્લા કેટલાય ચોમાસાઓથી સોસાયટીઓમાં વરસાદી પાણીનો જમાવડો થતો હોવાની રજુઆતો થયા કરે છે તેમજ સરકારી મહેકમોના નિર્ણાયક કહેવાતા સેશન કોર્ટના મુખ્ય દ્વાર પાસે અને મામલતદાર સાહેબના બંગલા તરફ જતા રોડ ઉપર દર ચોમાસામાં ઘૂંટણ જેટલું પાણી ભરાય જતું હોય છે તેમછતાં પાલિકા તંત્રના વહીવટ કર્તાઓને કોઈની પણ સહેશરમ ન હોય એમ આંખ આડા કરતા રહે છે. ગત રોજ પડેલ વરસાદથી પણ આ તમામ વિસ્તારમાં બે ફૂટથી પણ વધુ પાણી ભરાઈ ગયું હતું. પરંતુ પાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી.
હાલ તો ચોમાસાની શરૂઆત થઇ છે હવે જોવું રહ્યું કે આવનાર દિવસોમાં પાલિકા તંત્ર નગરજનોને સહાયરૂપ સાબિત થાય છે કે પછી “કહેતા ભી દીવાના ઔર સુનતાભી દીવાના” ના સુત્રને વળગી રહે છે…!!

ટૂંક સમયમાં વાંચો ગોધરા નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં કઈ રીતે લાલયાવાડી થઇ રહી છે અને ગટરની કામગીરી કરતા મજુરો કઈ રીતે અને કોની છત્રછાયામાં કોરોનાના કહેરને આમંત્રણ આપી રહ્યા છે..! તેમજ કેવા પ્રકારના મજુરોને કેટલી હદે નિર્દયતા પૂર્વક કામગીરી કરવા મજબુર કરવામાં આવી રહ્યા છે..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here