કાલોલ : એસએસસી બોર્ડના પરિણામને લઈને કહીં ખુશી કહીં ગમ જેવા દ્રશ્યો, ગણિત અને વિજ્ઞાાનના માઠા પરિણામોએ વિદ્યાર્થીઓને રડાવ્યા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકા વિસ્તારના ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાઓના મંગળવારે જાહેર થયેલા પરિણામો મુજબ શાળાઓમાં રવિવારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના જાહેર થયેલા પરિણામો મુજબ કહીં ખુશી કહીં ગામના દ્રશ્યો સર્જાયા હતા. જે મુજબ સમગ્ર તાલુકા લેવલે % પરિણામ જોવા મળ્યું હતું. જયારે શાળા લેવલના પરિણામો અનુસાર તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલ અને કાલોલની અગ્રણી ખાનગી શાળા ગણાતી અમૃત વિધાલયએ આ વર્ષે પણ સો ટકા પરિણામ મેળવી સતત સો ટકા પરિણામ મેળવવાનો શાળાનો રેકોર્ડ અકબંધ રીતે જાળવી રાખ્યો હતો. જયારે અન્ય શાળાઓમાં કાલોલ શહેરમાં એમજીએસ હાઈસ્કૂલનું ૫૨% અને સીબી ગર્લ્સ હાઈસ્કૂલનું ૬૩%, શાંતિ નિકેતન રોટરી વિદ્યાલય(ગુજરાતી માધ્યમ) ૮૫%, જ્યારે શાંતિ નિકેતન રોટરી વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)૯૮% પરિણામ આવ્યું હતું. જયારે તાલુકાના ડેરોલસ્ટેશન સ્થિત પીકેએસ હાઈસ્કૂલનું આ વર્ષે ૩૪% જેટલું નિમ્ન, ડેરોલગામમાં આવેલી આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કૂલનું ૭૦.૧૬%, દેલોલ સ્થિત એમએમએસ વિદ્યામંદિરનું ૪૦%, વેજલપુર સ્થિત કે.કે હાઈસ્કૂલનું ૮૬.૭૯%, એસ.આર દવે ગર્લ્સ હાઈસ્કૂલનું ૯૦%, કાનોડ હાઈસ્કૂલનું ૬૩%, એમજીએસ હાઈસ્કૂલ મલાવનું ૭૫% અને એમ આર હાઈસ્કૂલ અડાદરાનું ૫૬% જેટલું પરિણામ મેળવતા તમામ શાળાઓમાં કહીં ખુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જે પૈકી જે શાળામાં નિમ્ન પરિણામો આવ્યા હતા એ શાળાઓમાં ગણિત-વિજ્ઞાાનની અસર હેઠળ વિદ્યાર્થીઓને રોવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here