કાલોલ : રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કિસાન સમ્માન દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો..

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે કાલોલ સહીત ગુજરાતમાં કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કાલોલથી રાજ્યક્ષાની ઉજવણી કરવામાં આવી.

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના કાલોલ નગરપાલિકાના કમયુનિટિ  હોલમા કિસાન સમ્માન દિન નો કાર્યક્રમ યોજવામા આવ્યો.
સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિવિધ દિવસ ની ઉજવણી થઈ રહી છે જેમા ઉજવણી નો પાંચમો દિવસ  કિસાન સમ્માન દિવસ તરીકે ઉજવવા મા આવ્યો હતો.જેમા ખેડૂત વર્ગ ને ખેતી વિષયક માહિતી આપી હતી.ખેતી લક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી જેમા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટકચર યોજના,હેઠળ વરસાદ વાવાઝોડાથી રક્ષણ માટે ખેડૂતોને 30’/, અથવા 30 હજાર ની સહાય આપવામા આવેલ છે. તેમજ પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત હોય તેવા ખેડૂતોને  માસિક 900 ની સહાય આપવામા આવે છે.ખેતમજૂર અને સીમાંત ખેડૂત વર્ગને સ્માર્ટ હેન્ડ કીટ ની સહાય,તારની વાડ બનાવવા ની સહાય આપવામા આવેલ છે.ખેડૂતો વધુ નફો મેળવી શકે માટે અન્ય રાજ્યમા પણ વેચાણ કરી શકે માટે સ્વતંત્રતાનુ આયોજન કરવામા આવેલ છે.જેવી ખેડૂત લક્ષી માહિતી આપી હતી.હોલ ખાતે ઉપસ્થિત પંચમહાલ ના પ્રભારી શ્રીમતિ સયુકતાબેન મોદી.ધારાસભ્યશ્રી સુમનબેન.જીલ્લા ભા.જ.પ મહામંત્રીશ્રી કુલદીપસિંહ.કાલોલ વિધાનસભા પ્રભારી સમરસિંહ.કાલોલ ભા.જ.પ પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ.દાહોદ જીલ્લા કિસાન મોરચા પ્રભારી સંજયસિંહ.એ.પી.એમ.સી ચેરમેન ગીરવતસિંહ.ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન પ્રતાપસિંહ.બાકરોલ જીલ્લા પંચાયત સદસ્યશ્રી શ્રીમતી હીરાબેન રાઠોડ.તા.પં.કારોબારી અધ્યક્ષ ડૉ.કિરણભાઈ.તા.પં સદસ્યશ્રીઓ.સરપંચશ્રીઓ.તથા કિસાન સહાય સામગ્રીના લાભાર્થીઓએ હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here