નર્મદા જીલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ પદે સતત 7 મી વાર એડવોકેટ વંદનાબેન ભટ્ટનો વિજય

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ઉપપ્રમુખ પદે એડવોકેટ સાજીદખાં મલિક સહમંત્રી પદે આદિલ પઠાણ ચુંટાયા

117 મતદારો પૈકી 108 મતદારો એ મતદાન કર્યુ વંદનાબેન ભટ્ટ ને 85 મત મળ્યા તેમનાં હરીફ ભામીનીબેન્ન રામી ને 21 મત મળ્યા

નર્મદા જીલ્લા બાર એસોસિયેશન ની ચુંટણી આજરોજ રાજપીપળા ખાતે ની અદાલત ના પટાંગણ માં યોજાઇ હતી. જેમા બાર એસોસિયેશન ના પ્રમુખ પદે સતત સાતમી વાર એડવોકેટ વંદનાબેન ભટ્ટ નો વિજય થયો હતો. વંદનાબેન ભટ્ટે તેમનાં હરીફ એડવોકેટ ભામીનીબેંન રામી ને 64 મતે પરાજય આપ્યો હતો.

નર્મદા જીલ્લા બાર એસોસિયેશન ના કુલ 117 મતદારો પૈકી ના 108 મતદારો એ મતદાન કર્યુ હતું, જેમા વંદનાબેન ભટ્ટ ને 85 મત મળ્યા હતા જ્યારે તેમનાં હરીફ એડવોકેટ ભામિનીબેન રામી ને 21 મત મળ્યા હતા. જ્યારે 2 મત રદબાતલ થયા હતા.

બાર એસોસિયેશન ના ઉપપ્રમખ પદે જાણીતા એડવોકેટ સાજીદખાં મલિક નો તેમના હરીફ એ. ડી. અગ્રવાલ સામે વિજય થયો હતો, સાજીદખા મલિક ને 61 મત જ્યારે એ. ડી. અગ્રવાલ ને 44 મત મળ્યા હતા. જ્યારે 3 મત રદબાતલ થયા હતા.

બાર એસોસિયેશન ના સહમંત્રી તરીકે એડવોકેટ આદિલ પઠાણ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. સ્મગ્ર ચુંટણી નું સંચાલન ચુંટણી અધિકારી તરીકે એડવોકેટ જાવેદ સૈયદ, બી. એમ. ચોકસી અને ઘનશ્યામ પંચાલે કર્યુ હતું. વિજેતા થયેલા બાર બાર એસોસિયેશન ના પ્રમુખ , ઉપપ્રમુખ અને સહમંત્રી ને તમામ એડવોકેટ સહિત તેમનાં સુભેચ્ચકો એ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here