રાજપીપળા વડીયા જકાતનાકા પાસેથી પસાર થતાં હાઈવા ટ્રકમાથી બિયરના 96 ટીન મળી આવ્યા

રાજપીપળા,(,નર્મદા) આશિક પઠાણ :-

રેતી ભરી સુરત તરફ દોડતા હાઇવા ટ્રકો મા શું વિદેશી દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો છે?? પ્રથમ કીસ્સો પ્રકાશ માં આવતા અટકળો

નર્મદા L C B પોલીસે વિદેશી દારૂ, રોકડ સહીત રૂપિયા 1516600 નો મુદ્દામાલ જપ્ત કર્યો ટ્રક ચાલક ની કરી અટકાયત

નર્મદા જીલ્લા માંથી બોડેલી તરફ થી રેતી ભરી દરરોજ સેંકડો હાઈવાં ટ્રકો પસાર થાય છે, ત્યારે કોઈને કલ્પના માં પણ નહી હોય કે આટ્રકો માં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે !!

નર્મદા જીલ્લા L C B પોલીસે ગત્ મોડી રાત્રે રાજપીપળા ના વડીયા જકાતનાકા પાસે થી પસાર થતા એક હાઇવાં ટ્રક ની તલાશી કરતા ટ્રક નંબર G J 05 BX 7829 માંથી બીયર ના 96 ટીન કિંમત રૂ. 9600 નાં મળી આવ્યા હતા. પોલિસે વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રક ચાલક રાજેશ મફતભાઈ ઓડ રહે. પાલાનગર , કામરેજ પોલીસ મથક ની બાજુમાં , કામરેજ જિલ્લો સુરત મુળ રહે. કમરોલ, તા. વાઘોડિયા વડોદરા ની ફરિયાદી આ.હેડ.કોન્સ્ટેબલ મુનીર બલવંતસિંહ ની ફરીયાદ ના આધારે અટકાયત કરી હતી. અને તેની પાસે ના મોબાઇલ કિંમત 5000 રોકડા રૂપિયા 2000 તેમજ હાઈવા ટ્રક કિંમત રૂ.15 લાખ મળી ફૂલ રૂપિયા 1516600 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here