નર્મદા જીલ્લામા ૮ પોઝિટિવ કેસ નોંધાયા જે પૈકી રાજપીપળામા 4 પોઝિટીવ દર્દી જીલ્લામા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 834

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૯૧, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૦૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દર્દીઓ પોઝિટિવ નીકળ્યા

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૨ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૧ દર્દીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૬ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૩૨ દર્દીઓ અને સુરત ખાતે ૧, વડોદરા ખાતે ૨ દર્દીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૮ દર્દીઓ સહિત કુલ-૫૯ દર્દીઓ સારવાર હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪ સહિત કુલ-૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજ સુધી RTPCR ટેસ્ટમાં ૪૯૧, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૦૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૮૩૪ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૨ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૧ દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૦૪ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૭૧ દર્દીઓ સહિત કુલ-૭૭૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, સુરત ખાતે ૧, વડોદરા ખાતે ૨ દર્દીઓ અને હોમ આઇસોલેશનમા ૮ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૬ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૩૨ દર્દીઓ સહિત કુલ-૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૦, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૮૭ સહિત કુલ-૪૧૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

નર્મદા જિલ્લામા જે 8 પોઝિટિવ કેસો નોધાયા તેમા રાજપીપળાના ભાટવાડામાથી 2 ઇન્દ્રપુરી સોસાયટીમાંથી 1 સંતોષ ચોકડી પાસેથી 1નો સમાવેશ થાય છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં કેવડીયા કોલોની ખાતેથી 1 ભદામ ખાતેથી 2 અને વડીયા ગામ ખાતેથી 1 પોઝિટિવ દર્દીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here