નર્મદા જીલ્લામા સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવાનો મુદ્દો ફરી એકવાર ગરમાસે..!!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આમુ સંગઠન દ્વારા નર્મદા કલેક્ટર સહિત જીલ્લા વિકાસ અધિકારી ને તા 16 મી ના રોજ આવેદનપત્ર પાઠવી જીલ્લા ની ગ્રુપ ગ્રામ પંચાયતો ને સ્વતંત્ર ગ્રામ પંચાયત જાહેર કરવાની માંગ કરાસે

નર્મદા જીલ્લા મા અનેક ગ્રામ પંચાયતો ગ્રુપ ગ્રામ પંચાયત તરીકે દાયકાઓથી અસ્તિત્વ ધરાવે છે , ગ્રુપ ગ્રામ પંચાયતો હોય ને વિકાસ મા અવરોધ ઉભો થતો હોય , વિલંબ થતો હોય તેમજ દરેક પંચાયતો ને પોતાનું અલાયદુ નેતૃત્વ ન મળતુ હોય ને સમગ્ર જીલ્લા મા આમુ સંગઠન ના પ્રમુખ અને રાજપીપળા નગરપાલિકાના પુર્વ પ્રમુખ મહેશ વસાવા સહિત ના આદિવાસી આગેવાનો દ્વારા ચળવળ ચલાવવામાં આવી રહી છે.

આમુ સંગઠન દ્વારા નર્મદા જિલ્લા મા ગ્રુપ ગ્રામ પંચાયતો ને અલાયદી પંચાયતો આપવાની વર્ષો ની માંગ છતાં રાજય સરકાર દ્વારા એનકેન પ્રકારે આ મુદ્દે કોઈ પણ જાતનો હલ કે નિરાકરણ ન લાવતા અને આ મુદ્દા ને ટલ્લે ચઢાવતા ફરીએકવાર આમુ સંગઠન મેદાનમાં આવ્યુ છે, આમુ સંગઠન ના પ્રમુખ મહેશ વસાવા ના જણાવ્યાનુસાર તા , 16 મી જુન ના રોજ સંગઠન દ્વારા નર્મદા કલેક્ટર સહિત જીલ્લા વિકાસ અધિકારી ને નર્મદા જીલ્લા ની જેટલી ગ્રુપ ગ્રામ પંચાયત છે તમામ ને સવતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો વહેલી તકે આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આ સે , આ માગણી ખુબજ જુની હો સરકારે તવરિતજ આ બાબતે વિકાસ ને લક્ષમા રાખી તમામ ગ્રુપ ગ્રામ પંચાયત ને સવતંત્ર ગ્રામ પંચાયત જાહેર કરી લેવી જોઈએ જો સરકાર આમ નહીં કરેતો અને 27 મી જુન સુધી યોગ્ય જવાબ નહીં મળે તો આમુ સંગઠન દ્વારા નર્મદા જીલ્લા મા આંદોલન કરવામાં આવસે ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આમ નર્મદા જિલ્લા મા હવે સવતંત્ર ગ્રામ પંચાયત નો મુદ્દો જે અભરાઈએ ચઢી ગયો હતો તે ફરી એકવાર ગરમાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here