છોટાઉદેપુર જિલ્લાની 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓની પ્રમાણિકતાની અનોખી મિસાલ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવાના કર્મીઓ અવારનવાર નિષ્ઠાની મિસાલ પૂરી પાડતા હોય છે 108 ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણ રક્ષક બનીને કરોડો લોકોનો જીવન બચાવમાં પ્રખ્યાત છે અને 108 એ પણ તેની સેવાથી પ્રજાના હૃદયમાં આગવું સ્થાન મેળવેલ છે તેમની આ અપ્રીતમ સેવાના મૂળ માં તેમના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે આવી કર્તવ્ય અને પરાયણતા ના બે કિસ્સા હાલમાં સામે આવ્યા છે
જેમાં નકામલી ગામ ગામના 10 મહિનાના બાળકને મેડિકલ ઈમરજન્સી ઉદભવેલી હતી જેને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યું હતું જે દરમિયાન દર્દીના સગાનું પર્સ 108 ઈમરજન્સી અંબાલા ની એમ્બ્યુલન્સમાં પડી ગયું હતું જે પર્સમાં 1960 રૂપિયા ની રોકડ રકમ મળેલ જે દર્દીના સગાને સુપ્રત કરી અંબાલા ફોરેસ્ટ 108 ઇમરજન્સી સેવાના સ્ટાફ ઇએમટી શંકરભાઈ રાઠવા તથા જયરાજભાઇ પટેલ એ ઈમાનદારીનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here