નર્મદા જીલ્લામા આદિવાસી યુવતી સાથે બ્લેકમેલિંગ કરનાર અને ભાજપાની ફજેતી કરનાર સામે આદિવાસીઓમા રોષ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ભાજપા નાઉપપ્રમુખ પદે ચાલુ રખાસે કે બરતરફ ની ચર્ચાઓએ જોર પકડ્યું

નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના આગેવાન અને જીલ્લા ઉપપ્રમુખ હિરેન રાવજીભાઇ પટેલ ઉપર બળાત્કાર નો ગંભીર આરોપ લાગતા અને પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ થતા સ્થાનિક તડવી સમાજ કે જે મોટા પ્રમાણ મા ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા ધરાવે છે, પોતાના સમાજ ની યુવતી ને બ્લેક મેલિંગ કરાતા ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. તડવી સમાજ મા હવે ભારતીય જનતા પાર્ટી ના હોદ્દા ઉપર થી બળાત્કાર ના આરોપી ને સસ્પેન્ડ કરાસે કે તેને પોતાના હોદ્દા ઉપર ચાલુ રખાસે ની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે.

ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સ્ત્રી સન્માન ની રહેલ હોય નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ પોતે પણ શિસ્ત અને અનુશાસન મા માનતા હોય શુ હવે હીરેન પટેલ ઉપર પોલીસે ફરિયાદ દાખલ કરતા નર્મદા જીલ્લા ભાજપા ઉપપ્રમુખ પદે ચાલુ રાખસે કે સસ્પેન્ડ કરસે ? ગરુડૈશવર તિલકવાડા તાલુકા ના તડવી સમાજ સહિત અન્ય સમાજો મા આ વાત ભારે ચર્ચાસ્પદ બનેલ છે.હવે સહુની મીટ આ મામલે શુ નિર્ણય લેવામાં આવે છે તેના ઉપર મંડાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here