નર્મદા જીલ્લા ભાજપા ઉપપ્રમુખ હિરેન પટેલ સામે તિલકવાડા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ

તિલકવાડા,(નર્મદા) આશિક પઠાણ :-

યુવતીને લગ્ન કર્યા તો થનાર પતિને મારી નાખવાની ધમકી તેમજ ખાનદાનને બરબાદ કરવાની બિભત્સ ફોટો વિડીયો વાયરલ કરવાની વારંવાર અપાતી ધમકી

યુવતી સાથે બળાત્કાર કરનારા ભાજપા આગેવાન સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરતી નર્મદા પોલીસ

વડોદરા જુદી જુદી હોટલ મા તેમજ અલવા ખાતે પોતાના ધરે યુવતી ની મરજી વિરુદ્ધ શારિરીક સબંધો બાધવા મજબૂર કરાતી હોવાની યુવતી ની કેફીયત

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના જેતપુર ગામ ની યુવતી ને પ્રેમ કરવા માટે મજબૂર કરનાર ભાજપા ના નર્મદા જીલ્લા ઉપપ્રમુખ હિરેન રાવજીભાઇ પટેલ સામે પોલીસે તિલકવાડા પોલીસ મથકમાં બળાત્કાર નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના જેતપુર ગામ ની યુવતી એ ભાજપા ના નર્મદા જીલ્લા ઉપપ્રમુખ હિરેન રાવજીભાઇ પટેલ સામે પોતાની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર કરાતા તેમજ તેણી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે અંગત પળો ના ફોટો પાડી વિડિયો શુટીંગ કરી વાયરલ કરવાની ધમકી આપતા યુવતી એ તિલકવાડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હતી, આ મામલે એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છતાં પોલીસ આરોપી સામે ફરિયાદ દાખલ ન કરતા તડવી સમાજ મા ભારે રોષ અને નારાજગી ફેલાઈ હતી. તડવી સમાજ ના મહિલા આગેવાન અને ભરુચ જીલ્લા કોંગ્રેસ મહિલા મોરચા ના પ્રમુખ જ્યોતિ બેન તડવી , ગરુડૈશવર તાલુકા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા દક્ષાબેન તડવી સહિત ની મહિલા ઓએ કેવડીયા કોલોનીના ડી.વાય એસ પી સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ને રજુઆત કરી હતી જેના પગલે આજરોજ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી સામે ઇ.પી.કો. ની કલમ 376(2) એન, 354એ,354 ડી, 354 સી, 506(2), તથિ આઇ ટી એકટ હેઠળ નો ગુનો પોલીસે નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પિડિત યુવતી એ ભાજપા ના આગેવાન સામે તેણી ને પોતે આદિવાસી હોવાનું હીરેન પટેલ જાણતો હોવા છતાં તેણી ને લગ્ન કરવાની લાલચ આપી , નોકરી ની લાલચ આપી અનેક વાર વડોદરા ખાતે જુદી જુદી હોટલ મા લઇ જઇ તેમજ અલવા ખાતે પોતાના ધરે યુવતી ની મરજી વિરુદ્ધ શારીરિક સંભોગ કરી યુવતી ના ફોટો પાડી વિડિયો શુટીંગ કરી બ્લેકમેલ કરાતી હોવાનું પણ આરોપ ફરિયાદ મા યુવતી એ લગાવ્યો છે. આ ઉપરાંત જો યુવતી અન્ય સાથે લગ્ન કરસે તો તેના થનારા પતિદેવ ને મારી નાખવાની ધમકી તેમજ યુવતી ના ખાનદાન ને બરબાદ કરી નાંખવાની પણ ધમકી અપી હોવાનુ પિડીત યુવતી એ પોતાની ફરિયાદ મા જણાવ્યું છે.

ફરિયાદ ના પગલે પોલીસે આરોપી ને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here