રાજકોટમાં એકયુપેશર નેચરોથેરાપીના આડમાં ભ્રૂણ પરીક્ષણ ગર્ભપાતનો પર્દાફાસ કરતી એસ.ઓ.જી.

રાજકોટ,
સલીમ ખાન

“ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા અને નેપાળથી લાવ્યા હતા મશીન : સાત માસ બાદ ખુલ્યો રહસ્ય”

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બાળ વિકાસ અને મહિલા વિકાસ માટે ઘણી બધી યોજનાઓનો લાભ અમલમાં લાવી છે અને સાથે સાથે ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરી દીધી છે તેવા સમયે છેલ્લા સાત માસ થી રાજકોટ જેવા મેગાસિટીમાં ભૂણ હત્યા એકયુપેશર નેચરલ થેરાપીના આડમાં ચાલતું હોવાનો પર્દાફાસ ફાસ્ટ એસ.ઓ.જી બ્રાન્ચે કર્યો છે ત્યારે આજના આ આધુનિક યુગમાં પણ આવી હોસ્પિટલોમાં ભૂણ હત્યા કરનારા ઓનો પાપનો ઘડો ફૂટી ગયો હોય તેમ પ્રકાશમાં આવ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે રાજકોટ જેવા મેગાસિટીમાં આવેલા મવડી મેન રોડ જેવી ભરચક બજારમાં બાપાસીતારામ ચોક નજીક હરિઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરો થેરાપી સેન્ટર ના નામે છેલ્લા સાત વર્ષથી ભૂણ પરીક્ષણ ગર્ભપાતના ધંધા ધમધમી રહ્યા હતા જેમાં અમિત પ્રવીણભાઈ થીયાદ ઉંમર વર્ષ 39 રહે ગીતાંજલી સોસાયટી શેરી નંબર 3 ગોકુલધામ પાસે તેમજ દિનેશ મોહન ભાઈ વણોલ ઉંમર વર્ષ 36 રહે અલંકાર એપારમેન્ટ ફ્લેટ નંબર 102 બીપી કૃષ્ણનગર મેઇન રોડ ધોરાજી મેન બજાર રોડ પર અંધારિયા વાળા લાલ શા બાવાની દરગાહ પાસે રહેતા હવે રફિકભાઈ મન્સૂરી ની ધરપકડ કરી સોનોગ્રાફી મશીન અને મશીન લિક્વિડ અને 3 મોબાઈલ કબજે કરી ગર્ભપાત ક્યાં કરાવતો હતો એ મુદ્દે રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી ત્યારે આવા ગોરખધંધા કરનારા અને સરકારના પરિપત્રને ઘોળીને પી જનારા સામે તંત્ર વાહકો અને સાચા ડોક્ટરો તેના ખુલ્લા ભષ્ટાચાર કોભાડ કરનારાઓને ખુલ્લા પાડે તે આજના આધુનિક યુગની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે આવા ધનવાન થવાની લ્હાયમાં નિર્દોષોની માનવ જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે નેપાલી લાવેલું મશીન સહિતના સામાન સામગ્રી એસ.ઓ.જી બ્રાન્ચે કબજે કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here