નર્મદા જિલ્લા પોલીસે ભાગ સલામતી માસ 2024 ની ઉજવણી અંતર્ગત ઠેર ઠેર બોર્ડ લગાવ્યા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પોલિસે લગાવેલ બોર્ડ થકી ટ્રાફિક જાગૃતિ અર્થે વાહન ચાલકોને માર્ગદર્શન મળી રહે નો પોલિસ નો શુભ આશય

નર્મદા જિલ્લામાં ટ્રાફિક સલામતી અર્થે નર્મદા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ 2024 ની ઉજવણી કરવામાં આવી રહી છે . આ ઉજવણી અંતર્ગત વાહન ચાલકો માં સલામત રીતે ડ્રાઇવિંગ કઈ રીતના કરવો તે અંગે નું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, શાળા કોલેજોમાં અને જાહેર માર્ગોમાં નર્મદા પોલીસની ટ્રાફિક બ્રિગેડ ફરીને વાહન ચાલકો સહિત શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ટ્રાફિક નિયમનના પાઠ ભણાવી રહી છે, ત્યારે વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમન અંગે ની વધુ જાગૃતિ આવે અને વાહન ચાલકો પોતાના વાહનો સલામત રીતે હંકારતા થાય એ માટેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લામાં ઠેર ઠેર ટ્રાફિક જાગૃતિ અર્થે ના મોટા મોટા બેનરો પણ લગાવવામાં આવી રહ્યા છે.

પોલિસ દ્વારા લગાવવામાં આવેલ બોર્ડો માં થોડીક ક્ષણો ની મજા આપે જીવન ભર ની સજા, જીવન કોઈ રેસ નથી એક્સ્ટ્રા લાઈફ લાઈન સાથે નથી આવતી, સીટબેલ્ટ આપને પરિવાર સાથે જોડી રાખે છે, જીવન અમૂલ્ય છે તેને જોખમમાં ન મૂકીએ જેવા સૂત્રોચ્ચારો મૂકવામાં આવ્યા છે. આ સૂત્રો વાહન ચાલકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહે અને પોતાના જીવનનું મહત્વ વાહન ચાલકો સમજે એવા શુભ આશયથી આ બોર્ડ મૂકવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here