નર્મદા જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિ અંગેની બેઠક સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા નગરપાલિકાને ફાળવવામાં આવતી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટોનો યોગ્ય ઉપયોગ થાય ચીફ ઓફિસરને મીટીંગમા તાકીદ કરાઇ

રાજપીપળા કલેકટર કચેરી ખાતે નર્મદા જીલ્લા દિશા મોનિટરિંગ સમિતિ ની મિટીંગ સાંસદ મનસુખભાઈ વસાવા ની અધયક્ષ તા મા મળી હતી, આ બેઠકમાં કલેકટરશ્રી નર્મદા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ડી.આર.ડી. નિયામકશ્રી, સંબંધિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓની સાથે નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર, ડેડીયાપાડા, તિલકવાડા, સાગબારા તાલુકાના ખૂટતા પ્રશ્નો તથા ગુજરાત સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે
(૧) પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ.
(૨) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મનરેગા યોજના.
(૩) મિશન મંગલમ યોજના.
(૪) ડી.આર.ડી.એ તમામ યોજનાઓ તથા બિન યોજનાકીય ખર્ચ અને બચત (૫)ડી.આર.ડી.એ.એડમિનિસ્ટ્રેશન હેઠળ મંજુર થયેલ સ્ટાફ.
(૬) ટ્રાયબલ એરીયા સબપ્લાન.
(૭) પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત ફેજ- ૧ અને ફેજ-૨ હેઠળ વિતરણ કરવામાં આવેલ ગેસ કનેક્શન.
(૮) મધ્યાન ભોજન યોજના અંતર્ગત શાળામાં અપાતી સેવા.
(૯) જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા,કસ્તુરબા પોષણ સહાય, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના,મુખ્યમંત્રી અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન જેવી આરોગ્ય લક્ષી યોજના.
(૧૦) રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના.
(૧૧) પશુપાલન યોજના વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

દિશા મોનિટરિંગ સમિતિની મિટીંગમા રાજપીપળા નગરના વિકાસનો મુદદો પણ ચમક્યો હતો. ચીફ ઓફીસર રાજપીપલા નગર પાલિકાને રાજપીપલા શહેરમાં ફાળવવામાં આવતી સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટોનો સદ ઉપયોગ થવો જોઈએની તાકીદ મીટીંગમા કરાઇ હતી, રાજપીપલા શહેર નર્મદા જિલ્લાનું એક મીની કાશ્મીર ગણાતું શહેર છે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનારા લોકો આ માર્ગેથી પસાર થાય છે, રાજપીપલા શહેર થકી એક સ્વચ્છતા અને સુંદરતાનો સંદેશો મળે તે માટે વિકાસના કામો કરવા માટેનો આગ્રહ પણ કરાયો હતો.

નાંદોદ તાલુકાનું જુનારાજ સ્થળ એક ઐતિહાસિક સ્થળ છે અને આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે અને જુનારાજની બાજુમાં કમોદીયા થઈને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દેવસાથરા પર્વતની હારમાળા નિહાળવા માટે આવે છે. અને આવુ જ વિસલખાડી ખાડી પણ પ્રવાસન સ્થળ છે, તો ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે, તેથી આ સ્થળને પણ ડેવલપ કરવો જોઈએ. તે બાબતે જે તે વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી નર્મદા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ડી. આર.ડી નિયામકશ્રી, ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય, શ્રી શારદાબેન તડવી, જિલ્લા પંચાયત સદસ્ય, માહિતી અધિકારી શ્રી વાય. આર. ગાદીવાલા, ટી.ડી.ઓ. નાંદોદ, ટી.ડી.ઓ.ગરુડેશ્વર, ટી.ડી.ઓ. ડેડીયાપાડા, ટી.ડી.ઓ સાગબારા વગેરે પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

મીટીંગના અંતમાં નર્મદા કલેકટરશ્રીને તેમની રાષ્ટ્ર સેવા તથા નર્મદા જિલ્લાના વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here