રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપની કોરોના મહામારીમા કરેલ સેવાને બિરદાવાઇ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ડભોઇની સંસ્થા યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા રાજપીપળાના મીત ગૃપને સન્માનિત કરાયું

સમગ્ર વિશ્વમા કોરોનાની મહામારીનું અચાનક સંકટ આવવાથી સમગ્ર દુનિયા સાથે ભારત દેશમાં પણ જ્યારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે હજારો લાખો સેવાભાવી સંસ્થાઓ તથા હજારો ગ્રુપો દ્વારા સેવાઓ કરવામાં આવી હતી. અને રાજપીપલાના યુવાનોએ પણ સેવાનો ભેખ ધારણ કરી જરુરીયાત મંદોની વહારે આવી સેવાભાવી મિતગ્રુપ દ્વારા પણ લોકડાઉનમાં નર્મદા જિલ્લાના હજારો લોકોને જમવાની સેવા તથા બબ્બે વાર બ્લડ કેમ્પ પણ કર્યા હતાં તથા રાજસ્થાન ના 30 જેવા ગરીબ ફસાયેલા લોકોને મિતગ્રુપના ખર્ચે તેમના વતન પહોંચાડ્યા હતાં. અને બીજી ઘણી બધી સેવાઓ પણ સંકલ્પ બધ્ધ રીતે કરી હતી

સ્વાભાવિક પણ છેકે સેવાની કલર પણ એટલી જ થાય છે, અને સેવાની સુવાસ સર્વત્ર ફેલાય છે, ઘણીવાર સેવા પ્રેરણાનો સ્ત્રોત પણ બને છે. રાજપીપળાના મીત ગૃપની સેવાની નોંધ વડોદરા જીલ્લાના ડભોઇ ખાતેના યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવી અને રાજપીપળાના સેવાભાવી મિતગ્રુપની ટીમ ને નોવેલ કોવિડ-19 વિચ હેલ્પસ ઓફ સ્પ્રેડ હ્યુમીનીટી એન્ડ પોઝિટિવિસ્મ ઇન ધ એન્ટર નેસન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
રાજપીપળાના મીત ગૃપે પોતાની સેવાઓ થકી એવોર્ડ પ્રાપત કરી સમગ્ર નગરનુ ગોરવ વધાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here