રાજપીપળામાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ વિશાળ રેલી યોજી માંગણીઓ સંદર્ભે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પગાર વધારા સહિત પ્રસુતિ ની રજા ગ્રેજ્યુએટી વીમા ની સુરક્ષા તેમજ શાળાઓ મા અગ્રતા મુજબ મધ્યાહન ભોજન ના કર્મીઓ ને પટાવાળા અને ક્લાર્ક ની જગ્યા ઓ માટે અગ્રતા આપવાની માંગ

ભારત સરકારની નવી શિક્ષણ નિતી મુજબ રસોઇયાઓ તેમજ મદદનીશ ને ભોજનમાતા તરીકે નુ નામકરણ કરવાની પણ માંગ

રાજ્ય સરકાર હસ્તક સેવા બજાવતા અનેક વિભાગ ના કર્મચારીઓ એ વિધાનસભા ની ચુંટણી ઓ નજીક આવતાં સરકાર ની નાક દબાવવા માટે આંદોલન ના માર્ગ અપનાવ્યા છે અને સમગ્ર રાજ્ય મા કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહયા છે ત્યારે નર્મદા જીલ્લા માં પણ કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવા મા આવેલ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ પોતાની માંગણીઓ સંદર્ભે આજરોજ રાજપીપળા ખાતે એક વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી મુખ્યમંત્રી ને ઉદ્દેશી ને લખાયેલ આવેદનપત્ર નર્મદા જીલ્લા કલેકટર ને સુપ્રત કર્યું હતું.

આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર મધ્યાહન ભોજન યોજના માં કામ કરતા તમામ કર્મચારીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે કરેલ હુકમ મુજબ જે વેતન રૂપિયા 14000 નો રાજ્ય ની સરકારી કચરીઓ માં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓને ચૂકવવામાં આવે છે તે મુજબ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો ને વેતન ચૂકવવામાં આવે , મદદનીશ કમિશનર મધ્યાહન ભોજન યોજના ના ઓ એ કર્મચારીઓ 4 થી 6 ક્લાક કામ કરતા હોવાનું હાઈકોર્ટ ને જણાવેલ છે, એ મુજબ ફિક્સ વેતન ચૂકવવામાં આવે ની માંગણી કરવામાં આવી છે,આ ઉપરાંત કર્મચારીઓને શ્રમ કાયદા અન્વયે મળતાં લાભો જેવાકે પ્રસુતિ ની રજા, વીમા કવચ, ગ્રેજ્યુઈટી ના લાભ સિડ્યુક વર્કર ગણીને આપવામા આવે, નવી શિક્ષણ નિતી મુજબ પ્રાથમિક શાળાઓમાં જ્યારે પટાવાળા કે ક્લાર્ક ની જગ્યાઓ ભરવાની થાય તો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને અગ્રતા ક્રમ આપી ને નિમણુંક આપવામા આવે એ સહિત કર્મચારીઓ એ રસોઈયા અને મદદનીશ ને નવી શિક્ષણ નિતી મુજબ ભોજન માતા તરિકે નું નામકરણ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

રાજપીપળા ના કાળાઘોડા સર્કલ પાસેથી મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ નર્મદા જીલ્લા ના પ્રમુખ અશ્વિનભાઈ તડવી, મહામંત્રી ઈશ્વરભાઈ કે. રોહિત ની આગેવાની માં નીકળેલ રેલી મા સંઘ ના નાંદોદ તાલુકા, સાગબારા , ડેડિયાપાડા,ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના પ્રમુખો સહિત સેંકડો ની સંખ્યા મા નર્મદા જીલ્લા ની શાળાઓ મા મધ્યાહન ભોજન યોજનાના સંચાલક, રસોઈયા અને મદદનીશ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ જોડાયા હતા , ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા પણ આ રેલી મા કર્મચારીઓ સાથે જોડાયા હતા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચારો કર્યાં હતાં અને નર્મદા કલેક્ટર ને પોતાની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here